________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૩૩
આમ સામા જીવને પોતાના આત્મસમાન જાણી હિંસા ન કરવી તે વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે. બીજાના જીવની હિંસા કરવાથી તેમજ તેને દુઃખ પમાડવાથી કર્મ બંધાય છે અને તેથી પોતાને જ સરવાળે દુઃખો ભોગવવાનો સમય આવે છે. બીજું આ જીવના અનેક સ્વાભાવિક ગુણો છે. આત્મા તો શુદ્ધ અને વિશુદ્ધ છે. આથી હિંસાદિથી તેને કર્મથી બાંધવાનો આત્માનો સ્વભાવ નથી. આમ સમજી-વિચારીને હિંસાનો ત્યાગ કરી આત્મગુણનો-આત્માના સ્વભાવનો નિશ્ચય કરવો એ નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસાવ્રત છે.
અસત્ય ન બોલવું એ વ્યવહારથી બીજું વ્રત છે. જ્ઞાની ભગવંતોએ અજીવ-જીવનું સ્વરૂપ જે બતાવ્યું છે તેનાથી વિપરીત રીતે તે સ્વરૂપ બતાવવું અને પુદ્ગલાદિક જે પારકી વસ્તુ છે તેને પોતાની કહેવી તે ખરેખર જુઠ્ઠાણું-મૃષાવાદ છે. આવા મૃષાવાદથી વિરમવું તે નિશ્ચયનયથી બીજું વ્રત છે.
આ વ્રત સિવાય બીજા વ્રતોની વિરાધના કરનારનું ચારિત્ર જાય છે, પરંતુ જ્ઞાન અને દર્શન રહે છે. પરંતુ નિશ્ચયથી અસત્ય બોલનારનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય જાય છે. આગમમાં પણ કહ્યું છે કે, “એક સાધુએ મૈથુન વિરમણ વ્રત ભાંગ્યું છે અને એકે બીજું વ્રત ભાંગ્યું છે તો તેમાં પહેલો સાધુ આલોચના કરીને શુદ્ધ થાય છે, પરંતુ બીજા વ્રતનો વિરાધક સ્યાદ્વાદ માર્ગ ઉત્થાપક હોવાથી તે આલોચના કરે તો પણ શુદ્ધ થતો નથી.”
આપ્યા વિના પારકી વસ્તુ ન લેવાનું, પ્રત્યાખ્યાન કરવું તે વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે અને જે અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત મનથી પુણ્યત્ત્વના બેંતાલીસ ભેદ પ્રાપ્ત ક૨વાની ઈચ્છાથી ધર્મકાર્ય કરે છે અને પાંચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષય, આઠ કર્મની વર્ગણા વગે૨ે પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતો નથી અને તેનો નિયમ કરે છે તે નિશ્ચયથી ત્રીજું વ્રત છે.
શ્રાવકોએ ૫૨ન્નીસેવનનો ત્યાગ કરવો જોઈએ અને સ્વદારાસંતોષ રાખવો જોઈએ. સાધુએ સર્વ સ્રીના સંગનો ત્યાગ કરવો જોઈએ, વ્યવહારથી આ ચોથું વ્રત છે. મનથી કોઇ સ્ત્રીનો કામાતુર વિચાર ન કરવો. ભોગવેલા ભોગોને યાદ ન કરવા, વિષયવિકારો વર્જ્ય છે વગેરે ચિંતનથી સ્ત્રીસંગનો ત્યાગ કરવાનો નિયમ કરવો તે નિશ્ચયથી ચોથું વ્રત છે. બાહ્યથી દેખીતી રીતે સ્ત્રીનો ત્યાગ કર્યો હોય પરંતુ મનથી સ્ત્રીના વિચાર કરવામાં આવે અને તેનું પ્રત્યાખ્યાન કરવામાં ન આવે તો તેને વિષય સંબંધી કર્મબંધ થાય છે.
શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું તે અને મુનિઓને સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો તે વ્યવહારથી પાંચમું વ્રત છે અને ભાવકર્મ જે રાગ-દ્વેષ અને દ્રવ્યકર્મ જે અજ્ઞાન, આઠ પ્રકારના કર્મ તથા દેહ અને ઈન્દ્રિયોનો ત્યાગ તે નિશ્ચયથી પાંચમું વ્રત છે. કર્માદિ પરવસ્તુ પર મૂર્છાનો ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વ્રત થાય છે, આરાધાય છે. કારણ કે શાસ્ત્રકારોએ મૂર્છાને જ પરિગ્રહ કહ્યો છે. મુા પરિહો વુત્તો ત્યાદ્રિ વવનાત્ ।
ઉ.ભા.-૩-૧૦