________________
૧૩૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
વિસ્તરાર્થ:- વડનું વૃક્ષ મોટું અને તોતીંગ હોય છે. તેને સેંકડો વડવાઈ હોય છે. પરંતુ જેમાંથી એ આટલું વિરાટ સ્વરૂપ પામે છે તે બીજ તે તો સરસવના દાણાના ત્રીજા ભાગ જેટલું હોય છે. એ બીજ જળસિંચન પામતાં વડનું મોટું સ્વરૂપ પામે છે. એ પ્રમાણે દાનથી-અલ્પદાનથી પણ પુણ્યરૂપી વૃક્ષ વિશાળ થાય છે. આ વિષે મૂળદેવની કથા છે તે આ પ્રમાણે :
મુળદેવની કથા કૌશલ્યા નગરી. તેમાં ધનદેવ રહેતો હતો, તેને એક પુત્ર હતો, મૂળદેવ તેનું નામ.
મૂળદેવ કલાકાર હતો. પરંતુ અનેક દુર્વ્યસનોને તે આધીન હતો. એક દિવસ કંટાળીને ધનદેવે પોતાના પુત્ર મૂળદેવને ઘરની બહાર કાઢી મૂક્યો.
મૂળદેવ બેઘર બન્યો. ગામોગામ તે ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં એક દિવસ તે કોઈ એક શહેરની બહાર દેવાલયમાં ગયો. રાતના તે ત્યાં જ સૂઈ ગયો. તેની સાથે એક કાપડિયો પણ સૂતો હતો. રાતના ઊંઘમાં બંનેએ એક જ પ્રકારનું સ્વપ્ન જોયું. બંનેએ સ્વપ્નમાં સંપૂર્ણ ચંદ્રમંડળનું પાન કર્યું.
કાપડિયાએ સવારે ગુરુ પાસે જઈને પોતાને આવેલ સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું : હે શિષ્ય ! સ્વપ્ન કહે છે કે તને આજે કોઈ ઘી-ગોળથી પરિપૂર્ણ લાડવો આપશે.”
મૂળદેવ સ્વપ્નનું મહત્ત્વ સમજતો હતો. તે શહેરમાં એક સ્વખપાઠક પાસે ગયો. મૂળદેવનું સ્વપ્ન જાણી સ્વપ્નપાઠકે કહ્યું : “મૂળદેવ ! તને બહુ ઉત્તમ સ્વપ્ન આવ્યું છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તને સાત દિવસની અંદર રાજપાટ મળશે.”
મૂળદેવને ભાવિ રાજા જાણી સ્વપ્ન પાઠકે મૂળદેવને પોતાની પુત્રી પરણાવી. મૂળદેવે કહ્યું : “મને રાજ્ય મળશે એટલે હું તમારી પુત્રીને તેડી જઈશ.”
મૂળદેવ નગરમાં રખડી રહ્યો હતો ત્યાં કોઈ એક ગૃહસ્થ તેને થોડા અડદ આપ્યાં. તે લઈ જંગલમાં ગયો. અડદ ખાવા જતો હતો ત્યાં તેની નજર એક મુનિ ઉપર પડી. મૂળદેવે આત્માના ઉલ્લાસથી એ અડદ મુનિને હોરાવી દીધાં. એ સમયે આકાશવાણી થઈ, “મૂળદેવ ! અર્ધા શ્લોકમાં તું જે માંગીશ તે તને મળશે.” મૂળદેવે સહેજ વિચાર કરી અર્ધા શ્લોક કહ્યો -
“ ૪ વિત્ત, રસિહ ર રન્ન ” હે દેવ! તમે પ્રસન્ન થયા હો તો મને દેવદત્તા ગણિકા, હજાર હાથી અને રાજ્ય આપો.” દેવે કહ્યું: “તથાસ્તુ.”
સાત દિવસ થતાં તે નગરનો રાજા અપુત્રપણે મરણ પામ્યો. મંત્રીઓએ રાજાની પસંદગી માટે પાંચ દિવ્ય કર્યા. હાથણીએ મૂળદેવ ઉપર કળશ ઢોળ્યો અને મૂળદેવ રાજા બન્યો.