________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આ બાજુ ધર્મઘોષ મંત્રીને કોઈ મુનિનો સંબંધ થયો. તેમના સત્સંગથી તેણે ચારિત્ર લીધું. એક દિવસ તે પૃથ્વીપુર નગરમાં આવ્યો. ત્યાંના મંત્રી વરદત્તને ત્યાં તે ગોચરી માટે ગયાં.
૧૩૦
વરદત્ત ભાવપૂર્વક મુનિ ધર્મઘોષને ગોચરી વ્હોરાવવા પ્રવૃત્ત થયો. તે સમયે ઘી અને દૂધનાં કેટલાંક ટીપા જમીન ઉપર પડ્યાં. આવો આહાર તો મહાઆરંભકારી ગણાય એ જાણી મુનિ ધર્મઘોષ ગોચરી લીધા વિના જ વરદત્તને ત્યાંથી ચાલ્યાં ગયાં. વરદત્તને આથી પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો.
ત્યાં જ ઘીનાં ટીપા ઉપર એક માખી ગણગણ કરવા લાગી. માખીને જોઈ તેનું ભક્ષણ કરવા એક ગરોળી લપલપતી ત્યાં ધસી આવી. ગરોળીને જોઈ તેને હડપ કરવા કાર્કિડો આવ્યો. કાર્કિડાને ખાઈ જવા બિલાડો આવ્યો. બિલાડાની પાછળ પાછળ કૂતરો આવ્યો. આ કૂતરો કોઈનો પાળેલો હતો. આ કૂતરાને ભગાડી મૂકવા શેરીનો કૂતરો આવ્યો. બંને કૂતરા ઝગડ્યાં. આથી કૂતરાના સ્વામીએ શેરીના કૂતરાને માર્યો. આ જાણી શેરીનાં માણસો ભેગા થઈ ગયા અને પછી તો ગાળાગાળી અને મારામારી શરૂ થઈ ગઈ.
વરદત્ત આ બધો ખેલ જોઈ વિચારવા લાગ્યો, “અરેરે ! એક ઘીના ટીપાં પાછળ આટલી બધી લંગાર અને હિંસક ધમાલ ? મુનિએ આથી આહાર લીધો નહિ. ખરેખર આવા જ્ઞાની મુનિને ધન્ય છે !”
આમ વિચારતાં વિચારતાં વરદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે કરેલ અધ્યયન વગેરેની યાદ તાજી થઈ.
ભવ્ય જીવો ! દાન દેવામાં પુણ્ય છે. પરંતુ દાન એવી રીતે દેવું જોઈએ જેથી કોઈ અનર્થ ન સર્જાય. પુણ્યનું નિમિત્ત પાપનું કારણ ન બની જાય તેની શ્રાવકોએ દાન દેતા સમયે અવશ્ય કાળજી લેવી જોઈએ. સ્વાદલોલુપ કે ભૂખ્યા જીવજંતુઓ ધસી ન આવે તે રીતે સંભાળપૂર્વક મુનિને આહારદાન દેવું જોઈએ.
કે
૧૫
અલ્પદાનનું પણ મહાન ફળ
અલ્પદાન કરવાથી પણ મોટું ફળ મળે છે. દૃષ્ટાંત સાથે આ સમજાવતા કહ્યું છે કે :अल्पमपि क्षितौ क्षिप्तं, वटबीजं प्रवर्द्धते । जलयोगात्तथा दानात्, पुण्यवृक्षोपि वर्द्धते ॥
ભાવાર્થ :- નાનું વડનું બીજ ધરતીમાં જળનું સિંચન પામવાથી મોટું સ્વરૂપ પામે છે. તેમ સુપાત્રે અલ્પદાન પણ કરવાથી પુણ્યરૂપી વૃક્ષ વધુ વિકાસ પામે છે.