________________
૧૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ આ મૃગ નૃસિંહ મુનિની અદૂભૂત ભક્તિ કરતો. નજીકમાં કોઈ સાર્થવાહ આવ્યો હોય તો તે મૃગ મુનિને તેની પાસે લઈ જતો અને તે ગોચરીનો યોગ કરાવી આપી તેમની ભાવથી ભક્તિ કરતો.
નૃસિંહ બળભદ્ર મુનિએ આમ સો વરસ સુધી ઉગ્ર તપસ્યા કરી. તેમનાં વિષે કહેવાય છે કે “સાઠ માસક્ષમણ અને ચાર ચોમાસી તપ કરનાર બળભદ્ર મુનિને હું નમસ્કાર કરું છું.” - એક વખત મૃગને ખબર પડી કે કોઈ સાર્થવાહ આવ્યો છે. સંજ્ઞાથી તે મુનિને તેને ત્યાં ગોચરી માટે લઈ ગયો.
બપોરનો સમય હતો. પેલો સાર્થવાહ ઝાડને કાપીને હમણાં જ ભોજન કરવા બેઠો હતો. ઝાડ હજી અધું જ કપાયું હતું. ત્યાં મુનિને લઈ મૃગ ત્યાં આવી પહોંચ્યો. | મુનિને જોઈ સાર્થવાહે તેમનું સ્વાગત કર્યું અને ભક્તિભાવથી ગોચરી હોરાવી. તે જોઈ મૃગને પોતાના પશુજીવનનો પસ્તાવો થયો. “અરે ! કયા પાપે હું આ પશુ થયો? હું માણસ હોત તો આજે મેં પણ અંતરના ઉલ્લાસથી મુનિને દાન દીધું હોત. પરંતુ હું પાપી છું. આથી જ મૃગ થયો છું.”
ત્યાં જ પવન જોશભેર ફેંકાયો. ઝાડ હચમચી ઊઠ્યું. અવું કાપેલું ઝાડ પવનના જોરથી તૂટીને મુનિ, સાર્થવાહ અને મૃગ ઉપર પડ્યું. વજનદાર ઝાડ પડતાં જ ત્રણેયના એકી સાથે પ્રાણ ઊડી ગયાં. શુભ ભાવનાના પરિણામે મૃગ અને સાર્થવાહ પણ મરીને બ્રહ્મદેવલોકમાં દેવપણું પામ્યા.
આ ઐતિહાસિક કથાથી શીખવાનું એ છે કે - દાન ન દઈ શકાય તો દાનની અનુમોદના પણ કરવી જોઈએ. દાન દેનારને જોઈ આનંદ થવો જોઈએ. દાન દેવાથી તો પુણ્ય બંધાય છે. પરંતુ દાનની અનુમોદના કરવાથી પણ પુણ્ય બંધાય છે અને શુભ ગતિ થાય છે.
૧૦૪
દાન આપતી વખતે ઉપયોગ રાખવો મુનિ ભગવંતોને ગોચરી હોરાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કે કોઈ પ્રવાહી પદાર્થનાં ટીપાં કે કણ ભોંય પર ન પડે. આ સંબંધમાં કહ્યું છે :
"घृतादिवस्तुनो बिंदुर्भूमौ क्षरति नो यथा ।
तथा दानं प्रदातव्यं साधूनां तच्च कल्पते ॥ ભાવાર્થ-મુનિઓને એવી રીતે દાન આપવું કે જે આપતાં ઘી વગેરે વસ્તુનાં ટીપાં જમીન પર પડે નહિ. સાધુઓને એવું દાન કલ્પે છે. આ વસ્તુને આ દષ્ટાંતથી સમજાવવામાં આવે છે.