________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
mm શુભંકર શ્રેષ્ઠિની કથા શુભંકર શ્રેષ્ઠિએ પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ જ્ઞાતિબંધુને ભોજન, એક લાખ કન્યાદાન, એક લાખ ગોદાન અને એક લાખ બ્રાહ્મણોને ભોજન વગેરે આપ્યાં. મૃત્યુ પામી શુભંકરનો જીવ પોતાના જ ઘરમાં જયાં ધન દાટ્યું હતું તે દરમાં સાપ રૂપે ઉત્પન્ન થયો. આ શુભંકર પોતાના પૂર્વભવના પુત્રોને ડરાવતો.
આ શુભંકરની પડોશમાં ધર્મદાસ નામે શ્રાવક રહેતો. તે શુભંકર જેવો ધનવાન ન હતો. છતાંય વરસમાં એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને આત્માના ઉત્કટ ઉલ્લાસથી દાન આપતો. કાળક્રમે તેને અવધિજ્ઞાન થયું.
એક દિવસ શુભંકરના પુત્રોએ ધર્મદાસ શ્રાવકને કહ્યું કે - “આ સાપ અમને ડરાવે છે.” ધર્મદાસે પોતાના જ્ઞાનના બળથી કહ્યું : “એ સાપ નથી પરંતુ તમારા બાપ છે. પૂર્વભવમાં લક્ષ જ્ઞાતિભોજન કરી તેમણે ષકાયનો આરંભ કર્યો હતો. જ્ઞાતિભોજન સમયે એઠી પતરાળીના ઢગ જામ્યા હતાં અને તેથી તીન્દ્રિય જીવોની વિરાધના થઈ હતી. એ પ્રમાણે ચાર લાખનું દાન કરતાં તમારા બાપે મહાપાપ બાંધ્યું હતું. એ પાપ ઉદય આવતા તે આજે સાપ થયા છે. તેમણે મારા ધર્મકૃત્યોની પણ નિંદા કરી હતી. આથી તે દુર્લભબોધી જીવ છે. અહીંથી મરીને તે નરકે જશે.”
ધર્મદાસ પાસેથી પોતાના પિતાની સત્ય હકીકત જાણી પુત્રોની આંખો ખૂલી ગઈ અને તેમણે શ્રાવકધર્મ સ્વીકાર્યો.
શ્રી સંભવનાથ, રાજા દંડવીર્ય અને શુભંકર શ્રેષ્ઠિના જીવનમાંથી પ્રેરણા લઈને ભવ્ય જીવોએ સાધર્મિક ભક્તિ કરવાનું ચૂકવું જોઈએ નહિ. આ ભક્તિ આત્માના ઉલ્લાસથી કરવી જોઈએ.
૧૦૧
ધર્મરચાનો બંધાવવાં पुण्याय कुर्वते धर्मशालादि ये जनाः सदा ।
तेषां स्याद्विपुलं पुण्यमामभूमिपतेरिव ॥ ભાવાર્થ - જેઓ હંમેશા પુણ્યપ્રાપ્તિ માટે ધર્મશાળા વગેરે બંધાવે છે તેઓ આમરાજાની જેમ ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે.
આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીની પ્રેરણાથી આમરાજાએ પોતાના નગરમાં એક ભવ્ય પૌષધશાળા બંધાવી હતી. આ પૌષધશાળાને હજાર થાંભલા હતાં. જવા-આવવાની સુગમતા માટે