________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧ ૨૩
ભાવાર્થ - “દાન દેનારને તો દાનનું ફળ મળે છે. તેમાં કોઈ જ શક નથી. પરંતુ દાનની જે અનુમોદના કરે છે તેને પણ યોગ્ય ફળ મળે છે.” આ સંદર્ભમાં બળભદ્ર મુનિનો જીવનપ્રસંગ જાણવા જેવો છે. તે આ પ્રમાણે :
બળભદ્ર મુનિની કથા બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ ગિરનાર ઉદ્યાનમાં સમોસર્યા. કૃષ્ણ, વાસુદેવ અને બળદેવ તેમની દેશના સાંભળવા ગયાં. વંદના કરી શાંત ચિત્તે દેશના સાંભળી. દેશના પૂરી થયા બાદ કૃષ્ણ ભગવાનને પૂછ્યું: “હે ભગવન્! સ્વર્ગની બરોબરી કરતી આ દ્વારિકા નગરીનું ભાવિ શું છે?”
પ્રભુએ જ્ઞાનબળથી ભવિષ્યવાણી ભાખી : “હે કૃષ્ણ વાસુદેવ! મદિરામાં મસ્ત બનેલા તમારા બે પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નથી રોષે ભરાયેલા સૈપાયન આ દ્વારિકા નગરીનો વિનાશ કરશે. ત્યારપછી જરાકુમારે છોડેલા તીરથી તમારો ડાબો પગ વીંધાઈ જશે અને તમારું મૃત્યુ થશે. મરીને તમો ત્રીજી નારકીમાં ઉત્પન્ન થશો.”
આ ભવિષ્યવાણી જરકુમારે પણ સાંભળી. તે વિચારવા લાગ્યો: “શું મારા હાથે મારા ભાઈની હત્યા થશે? શું હું મારા ભાઈનો હત્યારો બનીશ? નહિ. હું તેમની હત્યા નહિ કરું.” એમ વિચારી તે દ્વારકા છોડી જંગલમાં ચાલ્યો ગયો.
કૃષ્ણની ચિંતાનો પાર ન રહ્યો. ઉગથી તે વિચારવા લાગ્યાં : “શું હું નરકમાં જવાનો ? મારી આવી નીચ દુર્ગતિ થવાની? અરેરે ! મેં એવા કયા પાપ કર્યો હશે ?”
કૃષ્ણને આમ વિચારતાં જોઈ ભગવાને સ્પષ્ટતા કરી: “હે અશ્રુત ! આર્તધ્યાન ન ધરો. તમારી દુર્ગતિ નિશ્ચિત છે અને સુગતિ પણ નિશ્ચિત છે. તમે આવતી ચોવીશીમાં અમમ નામે બારમા તીર્થંકર થશો.”
ભગવાને ભક્તિથી વંદના કરી કૃષ્ણ દ્વારિકા પાછા આવ્યાં અને પહેલું કામ નગરીમાંથી તમામ મદિરા બહાર ફેંકાવી દેવાનું કર્યું. મદિરાના કેટલાક કૂંજા ગિરનારજીની ગુફાઓમાં પણ નાંખવામાં આવ્યાં.
એક સમયની વાત છે. સાંબ અને પ્રદ્યુમ્ન ફરતાં-ફરતાં ગિરનારની ગુફાઓમાં ગયાં. ત્યાં તેમને મદિરાની ગંધ આવી એટલે તે બંને એ ગંધની દિશામાં ગયાં. જોયું તો મદિરાના ઢગલાબંધ કૂંજા. તુરત જ એ કૂંજો તેમણે મોઢે માંડ્યો. લાંબા સમયે મદિરા મળી હતી અને દ્વારિકામાં ફરી મદિરા મળવાની ન હતી. આથી બેમર્યાદ મદિરા બંનેએ પીધી.
મદિરાથી બને ભારે ઉન્મત્ત થઈ ગયાં. ભાન ભૂલી ગયાં. લથડિયા ખાતાં અને ગમે તેમ બબડતા જંગલમાં રખડવા લાગ્યાં. ત્યાં રસ્તામાં તૈપાયન તપસ્વી મળ્યાં. વંદન કરવાનું તો દૂર