________________
૧૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ રહ્યું ઉલ્ટ બંનેએ તેમને ટીપી નાંખ્યાં. મદિરાની અસરમાં વિવેક રહ્યો નહિ. માણસ તેમને
ઓળખી શકાયું નહિ. પોતાની આવી ઘોર અવહેલના અને ત્રાસથી ગુસ્સે ભરાઈને દ્વૈપાયને નિયાણું બાંધ્યું : “મારું તપ સાચું હોય તો મારા હાથે દ્વારિકા નગરીનો વિનાશ થાય.”
બંને કુમારોએ આ નિયાણું સાંભળ્યું. નગરીમાં જઈ તેમણે બધી જ હકીકત રામ-કૃષ્ણને જણાવી. રામ-કૃષ્ણ દ્વૈપાયન પાસે ગયા અને વિનંતી કરી: “હે મુનિ ! આપ આપનું નિયાણું નિષ્ફળ કરો. આપ જેવા તપસ્વીને આવો ક્રોધ કરવો ઉચિત નથી. આપ ક્ષમા કરો.”
નિયાણું તો હવે થઈ ગયું. તે હવે નિષ્ફળ નહિ થાય. દ્વારિકા નગરીનો વિનાશ કરીશ પણ તમને હેમખેમ રહેવા દઈશ. બાકી બીજા કોઈને હું નહિ છોડું. બસ. હવે તમે મને આ અંગે કંઈ કહેશો નહિ.” દ્વૈપાયને જવાબ આપ્યો. | નિયાણું નિષ્ફળ નહિ જ જાય એ જાણી કૃષ્ણ દ્વારિકામાં આવી ઘોષણા કરાવી : “નગરજનો ! દ્વૈપાયન તાપસે આપણી દ્વારિકા નગરીનો વિનાશ કરવાનો નિર્ધાર કર્યો છે. આથી સૌને ખાસ કહેવામાં આવે છે કે તમે સૌ જૈનધર્મનું ખરા અંતરથી આરાધન કરજો.”
ભગવાન નેમિનાથે પણ દેશનાનો ધોધ વહાવ્યો. તેઓશ્રીએ સંસારની અસારતાને વારંવાર સમજાવી. માનવભવને સાર્થક કરવા કહ્યું. તેઓશ્રીએ કહ્યું : “સંધ્યાના રંગ, હાથીનો કાન, ઘાસના અગ્રભાગે રહેલું જળબિંદુ, સાગરનાં મોજાં અને ઈન્દ્રધનુષ્ય ચંચળ છે. આ બધા ક્યારેય સ્થિર રહેતા નથી. તે સદાય અસ્થિર છે. ધન, યૌવન અને આયુષ્ય પણ અસ્થિર છે. તે સતત ક્ષીણ થાય છે.
પ્રભુની આવી પ્રેરક ધર્મદેશના સાંભળી ઘણાંએ દીક્ષા લીધી. ઘણાંએ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પ્રમાદી જનો ધર્મમાં વધુ સ્થિર થયાં અને ઘણાં બધાં આયંબિલ તપ કરવા લાગ્યાં.
કાળક્રમે પાયન ઋષિનો જીવનદીપ બુઝાઈ ગયો. મરીને તે દેવ થયાં. સાંબ અને પ્રદ્યુમ્નનું અપમાન તે વિસર્યા ન હતાં. હવે તેમણે દૈવી તાકાતથી દ્વારિકા નગરીમાં ઉપદ્રવ કરવા માંડ્યો. પણ લોકો ધર્મમાં રત હોવાથી આ ઉપદ્રવ નિષ્ફળ ગયો. બાર બાર વરસ સુધી ઉપદ્રવની ધર્મના પ્રતાપે કાંઈ ખાસ અસર થઈ નહિ.
એક સમયે લોકો કોઈ લૌકિક તહેવાર ઉજવી રહ્યા હતાં. ઉત્સવના આનંદમાં સૌ ધર્મ વિસરી ગયાં. મોજમઝામાં ગુલતાન હતાં. દ્વૈપાયનના જીવ દેવે આ તક ઝડપી લીધી. સંવર્તક પવનથી દ્વારિકા નગરીમાં સળગતા તણખલાં નાખ્યાં. આ સમયે જેઓ બહારગામ ગયા હતાં તે બધા યાદવોને દૈવી શક્તિથી દ્વારિકામાં લાવી સળગતી દ્વારકામાં નાખ્યાં.
આગથી બચવા કૃષ્ણ-બળદેવ, રોહિણી, દેવકી અને વસુદેવને લઈને રથમાં બેસી દ્વારિકા છોડી જવા લાગ્યા. રથ નગરના દરવાજા બહાર આવ્યો. એ સમયે ઘોડા થંભી ગયા. એક ડગ પણ તે ભરી શક્યાં નહિ. આથી તે રામ-કૃષ્ણ પોતે રથ હાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. તે સમયે