________________
૧૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ अब्दाहर्मितज्ञातेषु शताग्रं पंचषष्ठीम् ।
प्रेमादिविजयादिना, नित्यं व्याख्यानहेतवे ॥ ભાવાર્થ:- “વર્ષના દિવસ જેટલા દષ્ટાંતોમાંથી એકસો ને પાંસઠ વ્યાખ્યાન પ્રેમવિજયાદિ મુનિને રોજ વ્યાખ્યાન આપવા માટે કહેવામાં આવ્યાં છે.”
૧૬
ભોજનની આચારસંહિતા भुक्तिकाले गृहस्थेन, द्वारं नैव पिधीयते ।
बालादि भोजयित्वानु, शस्यते भोजनं सदा ॥ ભાવાર્થ - ગૃહસ્થ ભોજનના સમયે ઘરનું બારણું બંધ રાખવું નહિ અને બાળક, વૃદ્ધ તેમજ બિમારને જમાડ્યા પછી હંમેશા જમવાનું રાખવું જોઈએ.
વિશેષાર્થ:- ભોજન કરવાના સમયે ગૃહસ્થ પોતાના ઘરનાં બારણાં ખુલ્લાં રાખવા જોઈએ. ઘરના બારણાં બંધ હોય તો બંધ બારણાં જોઈને ભિક્ષુકો નિરાશ થઈને અથવા નિસાસો નાખીને પાછા ચાલ્યા જાય. આ અંગે આગમમાં કહ્યું છે કે
नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ ।
अणुकंपा जिणिदेहि, सड्डाणं नत्थि वारिया ॥ શ્રાવકે ભોજન કરતી વખતે પોતાના ઘરનું બારણું બંધ રાખવું નહિ. કારણ કે પ્રભુએ શ્રાવકોને અનુકંપાદાન કરવાનો નિષેધ કરેલો નથી.”
આ ઉપરાંત પાંચમા અંગ શ્રી વિવાહપન્નતિ સૂત્રમાં પણ આ સંદર્ભમાં ઉલ્લેખ કરાયો છે. તુંગિકગિરિના શ્રાવકનું વર્ણન કરતી સમયે શ્રાવકને ‘અભંગુઅદુવારા' કહ્યો છે. અભંગુઅદ્વારા શ્રાવક એટલે ભિક્ષુક વગેરે આવી શકે તે માટે ભોજન સમયે પોતાના ઘરનાં બારણાં ખુલ્લા રાખનાર શ્રાવક. બારણાં ખુલ્લાં હોવાથી ભિક્ષુકોને નિરાશ થવાનો વારો આવતો નથી અને બારણાં બંધ રાખી જે ધર્મની નિંદા કરાવતા નથી તે અભંગુઅદ્વારા શ્રાવક છે.
ગૃહસ્થ ભોજન સમયે યથાશક્તિ અવશ્ય દયા દાન કરવું જોઈએ. શ્રી જિનેશ્વર ભગવંતોએ પણ સાંવત્સરિક દાન કરીને ગરીબોનો ઉદ્ધાર કર્યો હતો.
પોતાનું પેટ તો સૌ ભરે છે. એકલપેટા થવામાં શ્રાવક ધર્મ નથી. ગૃહસ્થની પણ તેમાં વિશેષતા નથી. બીજાઓને પણ જમાડવા જોઈએ. તેમાંય ખાસ કરીને જેઓ ભૂખ્યા હોય, ગરીબ