________________
૧૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ શોધતાં દેવાલય પાસે આવી. ત્યાં કૃતપુણ્યને ઘસઘસાટ સૂતેલો જોયો. તેને જોતાં જ તેમને લાગ્યું કે આ પુરુષ સેવવા યોગ્ય છે. આથી વિસ્મરણ શક્તિવાળું પાણી છાંટી તેને ઊંઘતો જ પોતાને ત્યાં લઈ આવ્યાં.
સવારે કૃતપુણ્ય આંખ ઉઘાડી તો તે કોઈ એક મહેલમાં હતો. પરંતુ તેને આગળનું કશું જ યાદ આવતું ન હતું. તે અચરજથી બધું જોઈ રહ્યો હતો. ત્યાં રૂપવતી આવી તેને વળગીને રડવા લાગી. “દીકરા મારા! તું ક્યાં ગયો હતો? મને છોડીને તું આટલા બધા દિવસ ક્યાં રહ્યો હતો? તને ખબર નહિ હોય પરંતુ હું તને કહું થોડા દિવસ પહેલાં જ તારો મોટો ભાઈ મૃત્યુ પામ્યો છે. આથી હવે તું ક્યાંય જઈશ નહિ અને હવે તું તેની પત્નીઓને તું તારી જ પત્નીઓ માની ભોગવ.”
કૃતપુયે કહ્યું: “જેવી તમારી આજ્ઞા.”
સમયને જતાં કંઈ વાર લાગે છે? ચાર ચાર પત્નીઓ સાથે વિષયસુખ ભોગવતાં કૃતપુણ્યને ચાર પુત્ર થયાં. રૂપવતીનું કામ પતી ગયું. આથી તેણે ફરી ચારેય પુત્રવધૂને બોલાવીને કહ્યું: “હવે તમને ચારેયને પુત્ર થયાં છે. હવે તમારે આ પુરુષની જરૂર નથી. તમે તેને જ્યાંથી લાવ્યાં હોય ત્યાં છાનામાના મૂકી આવો. કારણ પરપુરુષનો ઝાઝો વિશ્વાસ કરવો સારો નથી.”
ચારેય સ્ત્રીઓનું મન તો માનતું નહોતું પરંતુ સાસુની આજ્ઞા પણ ઉથાપી શકાય તેમ ન હતી. આથી તેમણે એક એક લાડુ બનાવ્યો. તેમાં દરેકમાં બહુમૂલ્યવાન રત્ન મૂક્યું અને મંત્રેલુ પાણી છાંટી તેને એ જ દેવાલયમાં ખાટલા સાથે ઊંઘતો મૂકી આવ્યાં.
અકસ્માતે તે જ દિવસે પેલો સાર્થવાહ પણ ત્યાં આવી પહોંચ્યો. એ જાણી ધન્યા કતપુણ્યને તેડવા ગઈ. તે ત્યારે હમણાં જ ઉડ્યો હતો. સાચે પત્નીને જોઈ તે વિચારમાં પડી ગયો. પત્નીએ ક્ષેમકુશળ પૂક્યાં અને કેટલું ધન કમાઈ લાવ્યા તે પૂછ્યું. કૃતપુણ્ય શું જવાબ આપે તે શરમાઈને મૌન રહ્યો.
- ઘરે આવી તેણે પુત્રને લાડુ આપ્યો. લાડું લઈ પુત્ર નિશાળે ગયો. લાડુ ખાતાં તેમાંથી રત્ન નીકળ્યું. તે કોઈ કંદોઈએ જોયું. કંદોઈએ તેને મીઠાઈ આપી તે લઈ લીધું. જળકાંત રત્ન હતું. બાકીના લાડુમાંથી પણ રત્ન નીકળ્યાં તેથી કૃતપુણ્ય અને ધન્યા ખુશ થયાં.
આ અરસામાં એવું બન્યું કે શ્રેણિક રાજાના સેચનક હાથીને કોઈ સરોવરમાં મગરે પકડ્યો. મગરની પકડમાંથી સેચનક ખસી શકે નહિ. શ્રેણિકને આ ખબર કરવામાં આવી. શ્રેણિકે અભયકુમારને કહ્યું. અભયકુમારે જળકાંત રત્ન માટે ઘોષણા કરાવી. ઈનામની પણ જાહેરાત કરી : “જે કોઈ જળકાંત રત્ન આપશે તેને રાજપુત્રી સહિત અર્થે રાજય આપવામાં આવશે.”
આ ઘોષણા પેલા કંદોઈએ ઝીલી લીધી. તેણે જળકાંતરત્ન શ્રેણિકને આપ્યું. રત્નના પ્રભાવથી સરોવરના જળના બે ભાગ થઈ ગયાં. આથી પેલા મગરે હાથી છોડી દીધો. શ્રેણિક સેચનક ઉપર સવાર થઈ રાજમહેલમાં ગયો. ત્યાં તેણે અભયકુમારને પૂછ્યું - “અભય ! આ મેલા-ગંદા કંદોઈને તે રાજપુત્રી કેવી રીતે અપાય? મને લાગે છે કે આ રત્ન કંદોઈનું નથી.”