________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૧૫
પૂર્વના સમયની વાત છે. પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદગિરિ ઉપર સમોસર્યા. ત્યારે ભરત ચક્રવર્તીએ વિવિધ પ્રકારના ભોજન વાનગીઓથી ભરેલાં પાંચસો ગાડાં તૈયાર કર્યા અને પ્રભુને ગોચરીએ પધારવા માટે પ્રાર્થના કરી. પ્રભુએ કહ્યું: “ભરત! અમને તારા મહેલનું અન્ન ખપે નહિ.”
આ સમયે ઈન્દ્ર ભગવાનને પૂછ્યું: “ભગવન્! અવગ્રહ (પ્રતિબંધ) કેટલા પ્રકારનો છે?”
ભગવાને કહ્યું : “ઈન્દ્ર ! આ અવગ્રહ પાંચ પ્રકારના છે. દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપત્યવગ્રહ, સાગરિકાવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. અહીં રાજાવગ્રહમાં રાજાનો, ગૃહપત્યવગ્રહમાં મંડલિક રાજાનો, સાગરિકાવગ્રહમાં જેની શય્યા વાપરીએ તે શય્યાતરનો અને સાધર્મિકાવગ્રહમાં સંયમીના અવગ્રહનો સમાવેશ થાય છે. આ પાંચ અવગ્રહમાં ઉત્તરોત્તર પૂર્વપૂર્વનો બાધ સમજવો. રાજાવગ્રહથી ઈન્દ્રના અવગ્રહનું પ્રયોજન થોડું રહે છે એ પ્રમાણે અન્યનું સમજવું.”
પ્રભુની આ સ્પષ્ટતા સાંભળી ઈન્ડે કહ્યું : “જે આ મુનિઓ મારા અવગ્રહમાં વિચરે છે તેમને મેં અવગ્રહની અનુજ્ઞા આપી છે.”
આ સાંભળી ભારતે મનમાં વિચાર્યું કે “હું પણ મુનિઓને અવગ્રહની આજ્ઞા આપું. ભલે એટલાથી જ મારું જીવન કૃતાર્થ થાય.” અને ભરતે પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી. ભરતે ઈન્દ્રને પોતે લાવેલા પાંચસો ગાડાનું શું કરવું તે અંગે પૂછ્યું: ઈન્ડે કહ્યું: “ભરત ! તમે જે આ પાંચસો ગાડા ભરીને ભાત-પાણી લાવ્યાં છો તેનાથી તમારાથી અધિક ગુણવાન શ્રાવકોની પૂજાભક્તિ કરો.”
ત્યારપછી ભરત ચક્રવર્તીએ શ્રાવકોને બોલાવીને કહ્યું: “આજથી તમારે સૌએ હંમેશાં મારા ઘરે ભોજન કરવું. ખેતી વગેરે કંઈ કરવા નહિ અને મારા ઘરે આવીને મને કહેવું કે નતો મવાનું વર્તત કર્યું, તમન્ના ન મા ના તું જિતાયો છે, ભય વધે છે માટે હણીશ નહિ, હણીશ નહિ.”
ભરતના નિમંત્રણથી તેના મહેલમાં રોજ શ્રાવકો આવતાં. ભોજન લેતા અને તેને કહેતા : “હે રાજનું! તું જિતાયો છે. ભય વધે છે માટે હણીશ નહિ, હરીશ નહિ.”
ભરત આ કથન ઉપર રોજ વિચારતો કે હું કોનાથી જિતાયો છું? છ ખંડમાં મારું એકચક્રી શાસન ચાલે છે છતાં હું કોનાથી પરાભવ પામ્યો છું? હજી કોના તાબામાં હું છું?
આમ અનેક રીતે મનન-ચિંતન કરતાં તેને સમજાયું કે સાચે જ અજ્ઞાન અને કષાયોએ મને પરાજિત કર્યો છે. હજી હું આ બે ઉપર વિજય મેળવી શક્યો નથી. સાચું વિચારું તો મારે તો આ બેથી જ ભય પામવા જેવું છે. કષાયો જીવને ગમે તે દુર્ગતિમાં ફેંકી દે છે. માટે મારે તેનાથી સાવધ બની આત્માનો નાશ કરવો જોઈએ નહિ. આત્માને હણવો જોઈએ નહિ.”
આવી શુભ ભાવનાથી ભરત નિઃસ્પૃહ એવા દેવ-ગુરુની સ્તુતિ અને ભક્તિ કરતો..