________________
૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
તો તે મહાફળને આપે છે.” આવા વિચારથી કર્ણો પરીક્ષા કરવા બેમાંથી કોઈને દાન આપ્યું નહિ. આ જોઈ ચારણ બોલી ઊઠ્યો.
पत्तं परिक्खह किं करह, दिदओ मग्गंताह ।
वरसंतह किं अंबुदह, जोई समविसमाह ॥ “હે રાજા કર્ણ ! પાત્રની પરીક્ષા કાં કરો? જે માગવા આવે તેને આપો. વરસાદ વરસે છે તે શું સારું કે ખરાબ સ્થાન જોઈને વરસે છે?” . રાજા કર્ણ તેના જવાબમાં કહ્યું -
वरसो वरसो अंबुदह, वरसीडां फल जोय ।
धंतुरे विष ईक्षु रस, एवमो अंतर होय ॥ “વરસાદ ભલે ગમે ત્યાં વરસે પરંતુ તેના ફળ તમે જુઓ. ધંતુરાને વિષે વિષ થાય છે અને શેરડીમાં અમૃત જેવો મીઠો રસ થાય છે. આમ કુપાત્ર અને સુપાત્ર વચ્ચે અંતર રહેલું છે.”
બધા પ્રકારનાં દાનમાં એટલે કે વસ્ત્રદાન, પાત્રદાન વગેરે દાનમાં અન્નનું દાન ઘણું મોટું કહ્યું છે. કારણ કે “દરેક પ્રાણીના પ્રાણ અન્ન વડે જ રહેલા છે તેથી અન્નદાન કરનાર પૃથ્વીમાં શ્રેષ્ઠ છે. વિદ્વાનો તેને પ્રાણદાતા કહે છે. •
પાત્રમાં સર્વથી ઉત્તમ પાત્ર મુનિ છે. મધ્યમ પાત્ર ઉત્તમ શ્રાવક છે અને જઘન્ય પાત્ર અવિરતિ સમદષ્ટિ છે.
ભવ્યજીવોએ રોજ સુપાત્રને દાન દઈને પછી જ ભોજન લેવું જોઈએ. શ્રેયાંસકુમાર, નયસાર અને ચંદનબાળાએ આવું સુપાત્રદાન કર્યું હતું. આત્માના ઉલ્લાસથી નિષ્કામભાવે તેમણે સુપાત્રદાન કર્યું હોવાથી તેમને તેનું ફળ તુરત જ મળ્યું હતું. તેમાંથી પ્રેરણા લઈને ભવ્યજીવોએ આત્માના ઉદ્ધારની ભાવનાથી સુપાત્રદાન દેવું જોઈએ.
૧૬૪
મુનિદાનનો પ્રભાવ पश्य संगमको नाम, संपदं वत्सपालकः ।
चमत्कारकरी प्राप, मुनिदानप्रभावतः ॥ જુઓ, મુનિદાનના પ્રભાવથી સંગમક નામે વત્સપાલ ચમત્કાર પમાડે તેવી સંપત્તિ પામ્યો હતો.”