________________
૯૯
૯
ઉઘાડા પગે અને ઉપ સારી અને ઉચ્ચ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
ભદ્રાએ વાત્સલ્યથી કહ્યું: “વત્સ ! તારી ભાવના સારી અને ઉચ્ચ છે પરંતુ દીક્ષા પાળવી સરળ નથી. ભૂમિ ઉપર સૂવાનું, ઉઘાડા પગે અને ઉઘાડા માથે એક ગામથી બીજે ગામ વિહરવાનું, તપ કરવાનો, કેશનો હાથેથી લોચ કરવાનો વગેરે આવા અનેક પરિષહો હસતા મોંએ તેમાં સહન કરવાના હોય છે. આ બધું તારાથી સહન નહિ થઈ શકે.”
શાલિભદ્રે કહ્યું : “માતાજી! એવો ભય નકામો છે. ભાવના બળવાન અને દઢ હોય તો તેવા પરિષહો કષ્ટદાયક થવાને બદલે સુખદાયક થઈ રહે છે અને કાગડાને ઉડાડવા માટે કોઈ હીરો ફેંકી દે તો તે મૂર્ખ જ ગણાય. આજે મને ચિંતામણી રત્ન સમાન જિનધર્મ મળ્યો છે તેને હું સંસારના ભોગવિલાસમાં ફેંકી દઉં તો મારા જેવો બીજો કોણ મૂર્ખ હશે ?”
ભદ્રાએ અનેક રીતે શાલિભદ્રની ભાવનાને ચકાસી જોઈ. તેને ભાવનામાં દઢ જોઈ તેણે કહ્યું: “વત્સ! તારી દીક્ષા લેવાની ભાવના દઢ છે તે જાણી મને આનંદ થાય છે. પરંતુ એ માટે તું પ્રથમ તારી જાતને કેળવ. રોજ સ્ત્રી, પુષ્પ, શય્યાદિ ભોગનો ત્યાગ કરતો જા. ભોગનો ત્યાગ કરવાથી તને વૈરાગ્યનો અભ્યાસ થશે અને પછી દીક્ષા તને ફાવી જશે.”
શાલિભદ્ર માતાનું વચન માની લીધું અને રોજ એક એક સ્ત્રી સાથેના ભોગનો તન-મનથી ત્યાગ કરવા લાગ્યો.
આ અરસામાં શાલિભદ્રના સાળા ધન્ના (ધન્ય)ને ત્યાં એક રોમહર્ષક બનાવ બન્યો. ધન્નાને આઠ પત્નીઓ હતી. આમાંથી એક પત્ની શાલિભદ્રની બહેન હતી. તેની આંખમાં આંસુ હતાં. પોતાનો ભાઈ હવે દીક્ષા લેવાનો છે તે વિચારથી તેના વિરહના દુઃખથી તે રડી રહી હતી. ધન્નાને તેની પત્નીઓ સ્નાન કરાવી રહી હતી. એ સમયે તેના ખભા ઉપર ઊનું આંસુ પડ્યું એટલે તેણે એ પત્નીને પૂછ્યું: “અરે ! તું રડે છે કેમ ? તને અહીં શું દુઃખ છે?”
શાલિભદ્રની બહેને રડતાં કંઠે કહ્યું: “નાથ ! મને અહીં કશું જ દુઃખ નથી. મને દુઃખ મારા ભાઈનું છે. તે દીક્ષા લેવાનો છે અને તે રોજ એક એક સ્ત્રીનો અને તેના ભોગનો ત્યાગ કરે છે એ જોઈ-જાણીને મને દુઃખ થાય છે અને એથી હું રહું છું.”
ધન્નો તરત જ બોલી ઊઠ્યો : “તારો ભાઈ કાયર છે કાયર. દીક્ષા લેવાની ભાવના છે અને રોજ એક એક સ્ત્રી અને શય્યાનો ત્યાગ કરે છે, અરે ! આમ તે કંઈ દીક્ષા લેવાતી હશે? જેને ત્યાગ કરવો છે તે તો એક જ પળમાં બધું ત્યાગીને ચાલી નીકળે.”
શાલિભદ્રની બહેન એ સાંભળીને બોલી: “નાથ! ત્યાગ કરવો એટલો સરળ તમને લાગે છે તો પછી તમે એવો ત્યાગ કેમ નથી કરતાં ?”
આ વાતનો બીજી પત્નીઓએ પણ સૂર પૂરાવ્યો : “હા, તો પછી તમે એક પળમાં સર્વસ્વનો ત્યાગ કેમ નથી કરતાં. નાથ ! બોલવું સહેલું છે પણ એમ કરવું સહેલું નથી.”
એ સાંભળી ધન્નો તુરત ઊભો થઈ ગયો અને બોલ્યો: “તો લો. આ પળથી આ બધું જ