________________
૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારની છે. મિથ્યાત્વાદિકનું સેવન તે અપ્રશસ્ત વિચારણા અને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું સેવન તે પ્રશસ્ત વિચારણા. આ અંગે એક રૂપક કથા છે. તે આ
પ્રમાણે -
એક હતો વાણિયો. બહારગામ જતાં અગાઉ તેણે પોતાની પત્નીને ભલામણ કરી કે - “આ રત્નાદિકથી ભરેલા મહેલની સંભાળ રાખજે.”
વાણિયાની ગેરહાજરીમાં તેની પત્ની સતત રત્નો વગેરે ધનની સંભાળ રાખતી. તેને કોઈ નુકશાન ન થાય કે તે કોઈ ચોરી ન જાય તેની તે ખૂબ જ કાળજી રાખતી. આ કાળજીમાં તે મહેલની સંભાળ રાખવામાં ઉદાસીન રહી. પરિણામે મહેલની એક દિવાલમાં પિપળો ફૂટ્યો. સમય જતાં તે વધ્યો અને દિવાલ પણ તૂટી અને મહેલ પણ તૂટ્યો.
વાણિયાએ પાછા આવીને જ્યારે જોયું ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું. તેણે પત્નીને કાઢી મૂકી. બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને મહેલ પણ નવો બંધાવ્યો.
કોઈ એક પ્રસંગે વાણિયાને બહારગામ જવાનું થયું. જતાં અગાઉ તેણે નવી પત્નીને મહેલ વગેરેની સંભાળ રાખવાનું કહ્યું. નવી પત્નીએ ભલામણ મુજબ સમગ્ર રીતે ત્રિકાળ મહેલની સંભાળ રાખી. વાણિયો પાછો ફર્યો ત્યારે મહેલની શાન અને શોભા જોઈને ખુશ થઈ ગયો.
ઉપનય : વણિક એટલે ગુરુ મહારાજ. મહેલ એટલે સંયમ. જેની સતત સંભાળ રાખવી જરૂરી છે. પ્રથમ પત્નીની જેમ જે પુરુષ સંયમની સુરક્ષા નથી કરતો તે દુઃખી થાય છે અને જે સતત ત્રિકાળ જાગૃત સુરક્ષા કરે છે તે બીજી પત્નીની જેમ સુખી થાય છે.
*O
૧૫૪
પ્રતિક્રમણના પર્યાયો (ચાલુ)
પરિહરણ એટલે સર્વ પ્રકારે વર્જવું તે. વર્જન (ત્યાગ) અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારનું છે. જ્ઞાનાદિકનું ત્યજવું તે અપ્રશસ્ત અને ક્રોધાદિકનું ત્યજવું તે પ્રશસ્ત. આ અંગે દૂધની કાવડનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે :
એક કૂળપુત્ર હતો. તેને બે બહેનો હતી. બંનેને એક એક પુત્ર હતો. યુવાન થતાં બંને પુત્રો મામાની દીકરી સાથે લગ્ન કરવા માટે આવ્યાં. મામાએ કહ્યું – “તમારામાંથી જે દક્ષ હશે તેના હાથમાં મારી પુત્રીનો હાથ મૂકીશ.”
એમ કહી તેમની પરીક્ષા લેવા બંનેને એક એક કાવડ આપી ગોકુળમાં દૂધ લેવા માટે મોકલ્યાં.
ગોકુળથી પાછા ફરવા માટે બે રસ્તા હતાં. એક વિકટ રસ્તો હતો. પરંતુ તે રસ્તેથી ગામમાં જલદી પહોંચાતું હતું. બીજો સરળ પણ લાંબો માર્ગ હતો. એક પુત્ર વિકટ માર્ગે ગયો અને