________________
૮૨
રૂ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ એ પણ નથી જાણતો કે કેવાં કર્મથી જીવ નરકાદિમાં ઉત્પન્ન થાય છે. પણ હું એ જાણું છું કે જીવ પોતાના કરેલાં કર્મ વડે જ ગતિને પામે છે.”
આમ અતિમુક્તના અંતરના ભાવ અને આગ્રહ જોઈ માતા-પિતાએ તેને દીક્ષા માટે અનુમતિ આપી અને ઘણા જ ઠાઠમાઠથી તેનો દીક્ષા-મહોત્સવ ઉજવ્યો. શ્રી વિરપ્રભુએ બાળક અતિમુક્તને દીક્ષા આપી. પછી પ્રભુએ તેમને ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર આપવા વિરોની પાસે મૂક્યો.
થોડા સમય બાદ વરસાદ વરસીને થંભી ગયો હતો. માર્ગો ઉપરના ખાડામાં પાણી ભરાઈ ગયા હતાં. આ ખાડામાં ભરાયેલ પાણીમાં નાના બાળકો પાંદડાની હોડી બનાવી રમતા હતાં. હોડી મૂકતાં જાય અને બોલતાં જાય: “જુઓ આ મારું નાવ તરે છે.”
આ સમયે અતિમુક્ત મુનિ સ્થવિર સાથે સ્પંડિલ જઈ રહ્યા હતાં. બાળકોને રમતા જોઈ તેમને પણ રમવાનું મન થયું. તે પણ ખાડા પાસે ગયા અને ત્યાં પાણીમાં પોતાનું પાત્ર મૂકવા લાગ્યાં. સાથેના સ્થવિરે તેમને સમજાવ્યું કે સાધુથી આમ કરાય નહિ. પરંતુ અતિમુક્ત મુનિએ ત્યાં સુધીમાં તો પોતાનું લાકડાનું પાત્ર પાણીમાં મૂકી દીધું અને સાથેના બાળકોને કહ્યું: “જુઓ, મારું નાવ પણ તરે છે.”
પર્ષદામાં પાછા ફર્યા બાદ કેટલાક સ્થવિરોએ શ્રી વીર પરમાત્માને પૂછ્યું: “ભગવન્! આ છ વરસનો મુનિ જીવદયામાં શું સમજે? હમણાં તો તે પકાય જીવનું ઉપમર્દન કરે છે.”
ભગવાને કહ્યું: “હે મુનિઓ ! તમે આ બાળમુનિની કોઈ હીલના કરશો નહિ. તેને સમજાવીને તમે ભણાવો અને તે તમારા કરતાં પહેલાં કેવળી થનાર છે.
ભગવાનનું આ વિધાન સાંભળી સ્થવિરોએ બાળમુનિ અતિમુક્તને ખમાવ્યાં.
અભ્યાસ કરતાં કરતાં બાળમુનિ થોડા જ સમયમાં એકાદશાંગી ભણી ગયાં. એક સમયે તે નગરમાં ગોચરી માટે જઈ રહ્યા હતાં ત્યાં તેમણે બાળકોને પાણીમાં પાંદડાની નાવડી તરાવતાં જોયાં. એ જોતાં જ પોતે પણ આવી રીતે નાવડી તરાવી હતી તે યાદ આવ્યું. અભ્યાસના લીધે તેમને સમજાયું કે અગાઉ તેમણે ભૂલ કરી હતી. એ ભૂલ માટે પસ્તાવો કરતાં તે સમવસરણમાં આવ્યાં.
ઈર્યાપથિકી પડિક્કમતા તેના અર્થમાં ઊંડા ઊતરી ગયાં. સચિત્ત પાણી અને માટીની કરેલી વિરાધનાને યાદ કરી તે કૃત્યની વારંવાર નિંદા કરવા લાગ્યાં. ખૂબ જ તીવ્રતાથી તેમણે આત્મનિંદા કરી. તે વખતે શુકુલધ્યાનના બળથી તેમના ઘાતકર્મ ખપી ગયાં અને તેમને કેવળજ્ઞાન લાધ્યું. દેવતાઓએ તેમનો મહોત્સવ કર્યો ત્યારે શ્રી વિરપરમાત્માએ કહ્યું: “સ્થવિરો ! જુઓ, આ નવ વરસનો બાળક કેવળી થયો.” સર્વ સ્થવિરોએ બાળ કેવળી ભગવંત અતિમુક્તને વંદના કરી.
ભવ્યજીવોએ પણ અતિમુક્ત મુનિની જેમ ઉત્કટ ભાવથી ઈરિયાવહી કરવી જોઈએ.
-
O