________________
con
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ આવે છે. આવીને દૂરથી ત્રણ નિશીહિ કહી ગૃહવ્યાપારનો ત્રિવિધ નિષેધ કરી મોટે સ્વરે ઈર્યાપથિકી પડિક્કમે છે. શ્રી ભગવતીસૂત્રમાં પણ પુખ્ખલિ શ્રાવકના અધિકારમાં કહ્યું છે. આથી પૌષધ લેતાં અગાઉ સર્વ પ્રથમ ઈર્યાપથિકી પ્રતિક્રમવી જોઈએ.
ઈરિયાવહીમાં પાંચસો ને ત્રેસઠ પ્રકારના જીવોને મિચ્છા મિ દુક્કડં દેવાય છે. એ જીવોની સંખ્યા આ પ્રમાણે છે. સાત પ્રકારના નારકીના જીવ તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદ ગણતાં ચૌદ પ્રકાર થાય. પાંચ પ્રકારના સ્થાવર જીવ તેના પર્યાપ્તા, અપર્યાપ્તા. સૂક્ષ્મ અને બાદર એમ દરેકના ચાર ચાર ભેદ કરતાં વીસ પ્રકારના જીવ થાય. પ્રત્યેક વનસ્પતિકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદ છે. વિકલેન્દ્રિય તે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ગુણતાં છ ભેદ થાય. જળચર, સ્થળચર (ચતુષ્પદ) અને ખેચર, ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ. આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવના સંજ્ઞી ને અસંજ્ઞી તેમજ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચાર ચાર ભેદ હોવાથી વિશ ભેદ થાય. એકંદર થાવરથી માંડીને અડતાળીશ ભેદ તિર્યંચના થાય છે. પંદર કર્મભૂમિના, ત્રીસ અકર્મભૂમિના તથા છપ્પન અંતરદ્વીપના એમ બધા મળીને મનુષ્યના એકસો ને એક ભેદ થાય છે. તેમાં ગર્ભજના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદથી બસો ને બે ભેદ થાય છે. તેમાં ક્ષેત્રજ સંમૂચ્છિમ અપર્યાપ્તાના (સંમૂચ્છિમ મનુષ્ય અપર્યાપ્તપણામાં જ મરણ પામે છે તેથી તેનો એક જ ભેદ કહ્યો છે.) એકસો ને એક ભેદ ઉમેરવાથી મનુષ્યોના ત્રણસો ને ત્રણ ભેદ થાય છે. ભવનપતિના દશ, વ્યંતરના સોળ, ચર અને સ્થિર ભેદે જયોતિષીના દશ, વૈમાનિકના બાર, રૈવેયકના નવ, અનુત્તરના પાંચ, લોકાંતિકના નવ, કિલ્વિષિકનાં ત્રણ, પાંચ ભારત અને પાંચ ઐરાવતના મળી દસ, વૈતાઢ્ય પર રહેનારા તિર્યકર્જુભકના દસ અને પરમાધામીના પંદર એમ કુલ મળીને દેવતાનાં નવાણું ભેદ છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્તાના બે બે ભેદ ગણતાં એકસો ને અઠ્ઠાણું ભેદ થાય છે. એકંદરે ચારે ગતિના ગણતાં બધા મળીને પાંચસો ને ત્રેસઠ ભેદ થાય છે.
પ૬૩ જીવ ભેદને અભિળ્યા વગેરે દસ પદે ગુણતાં ૫૬૩૦, તેને રાગદ્વેષથી ગુણતાં ૧૧,૨૬૦, તેને ત્રણ યોગ વડે ગુણતાં ૩૩,૭૮૦, તેને ત્રણ કરણ વડે ગુણતાં ૧,૦૧,૩૪૦, તેને ત્રણ કાળ આશ્રી ગુણતાં ૩,૦૪,૦૨૦ ભેદ થાય છે. તેમને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્માની સાક્ષીએ ગુણતાં અઢાર લાખ, ચોવીસ હજાર ને એકસો વીસ પ્રકારના જીવ થાય છે. તે વિષે કહ્યું છે કે ૧૮,૨૪,૧૨૦ જેટલું ઈરિયાવહીના મિચ્છા મિ દુક્કડનું પ્રમાણ કહ્યું છે.
ઈરિયાવહી કરતાં અગાઉ પગ મૂકવાની ભૂમિને ત્રણ વાર પ્રમાર્જવી પછી સમ્યફ શુદ્ધ મનથી અતિમુક્ત મુનિની જેમ ઈરિયાવહી પડિક્કમવી.
અતિમુક્ત મુનિની કથા અતિમુક્તના પિતાનું નામ વિજય. તે પોલાસપુર નગરનો રાજા હતો. અતિમુક્તની માતાનું નામ શ્રીદેવી.