________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૭૯
“વૈદરાજ ! મારે આખી શત્રુસેનાનો સંહાર કરવો છે અને તમે આટલું અસસ્તુ ઝેર લઈને આવ્યાં ?” રાજા ગુસ્સે થઈ ગયો.
“રાજન્ ! શાંત થાવ. આ આટલું અમસ્તુ ઝેર નથી. તે સહસ્રઘાતિ ઝેર છે.” એમ કહી વૈદરાજે તેની સાબિતી માટે મરેલા હાથીના એક રુંવાડા ઉપર તે ઝેર મૂક્યું. જોતજોતામાં તે ઝેર હાથીના આખા શરીરમાં પ્રસરી ગયું.
“રાજન્ ! આ હાથીને જે ખાશે અથવા તો તેનો સ્પર્શ કરશે તેને આ ઝેર ચડશે ને મરી જશે.' વૈદરાજે છેવટે કહ્યું.
“વૈદરાજ ! આ રીતે ઝેર ઉતારવા માટેનું પણ કોઈ ઔષધ-દવા છે કે નહિ ?” રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો.
“છે રાજન્ ! ઝેર ચડાવવાની દવા છે તેવી ઝેર ઉતારવાની પણ દવા છે.” એમ કહી વૈદરાજે જવના દાણા પ્રમાણ જેટલી બીજી દવા હાથીના રુંવાડા પર મૂકી અને આંખના પલકારામાં બધું ઝેર ઉતરી ગયું.
આમ આ દૃષ્ટાંતકથાઓમાંથી ભવ્ય જીવોએ પોતાના પાપની અવશ્ય શુદ્ધિ કરવી.
આ ગ્રંથના કર્તા કહે છે કે આ પ્રતિક્રમણના આઠ પર્યાય શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી આવશ્યક સૂત્રની ટીકાના આધારે મેં લખાવ્યાં છે. તેથી તેને બરાબર સમજીને તે ક્રિયા કરવી.
કરવી.
૧૫૮
ઈપિથિકી પ્રતિક્રમણપૂર્વક પૌષધ
ઈરિયાવહી પડિક્કમીને પૌષધ કરવો જોઈએ. કહ્યું છે કે ઃ
प्रतिक्रमणश्रुतस्कंधमिर्यापथिकं
તથા ।
પ્રતિમ્ય યિાઃ સર્વા, વિધેયાઃ પૌષાાિઃ ॥
ભાવાર્થ :- પ્રતિક્રમણ શ્રુતસ્કંધ કે ઈર્યાપથિકી તે પડિક્કમીને પૌષધ વગેરે સર્વ ક્રિયાઓ
વિસ્તરાર્થ :- ઈર્યાપથિકનું બીજું નામ પ્રતિક્રમણશ્રુતસ્કંધ છે. તે પડિક્કમીને સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. આ સંબંધમાં શ્રી વિવાહચૂલિકામાં કહ્યું છે કે “વસ્ત્ર તથા અલંકારો વગેરે ઉતારીને ઈરિયાવહી પડિક્કમવાપૂર્વક મુહપત્તિ પડિલેહીને પછી ચાર પ્રકારનો પૌષધ કરવો.”
-
શ્રી આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે કે “ત્યાં ઢઢુર નામે શ્રાવક દેહચિંતા કરીને ઉપાશ્રયે