________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૫૯
પૌષધવતના અતિચાર उत्सर्गादानसंस्तारा, अनवेक्ष्याप्रमाय॑ च ।
अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥ ભાવાર્થ - ૧. ત્યજવું, ૨. લેવું, ૩. બરાબર જોયા અને પ્રમાર્યા વિના સંથારો કરવો, ૪. ક્રિયામાં આદર ન રાખવો અને ૫. ક્રિયાના સમયને યાદ ન રાખવો. એ પૌષધવ્રતના પાંચ અતિચાર છે.
વિસ્તરાર્થ - ઉત્સર્ગ એટલે લઘુશંકા સમયે ભૂમિને બરાબર તપાસે નહિ અને રજોહરણથી ભૂમિને પ્રમાર્જ નહિ, ભૂમિ શુદ્ધિ માટે પ્રતિલેખના કરે નહિતો પૌષધવ્રત કરનારને તેનો અતિચારદોષ લાગે છે.
આદાન એટલે લેવું, કોઈપણ ચીજવસ્તુ લઈને મૂકવાના સમયે તે ચીજવસ્તુ બરાબર જોઈને પ્રમાર્જિવી જોઈએ. તેમ કરવામાં ન આવે તો બીજો અતિચાર લાગે છે.
પૌષધવ્રત લેનારાએ રાતે ડાભ, ઘાસ, કાંબળ કે વસ્ત્ર વગેરેથી સંથારો કરવો જોઈએ. તેમ કરવામાં જયણા રાખવામાં ન આવે કે સંથારાને પુજવામાં ન આવે તો ત્રીજો અતિચાર લાગે. પૌષધવ્રત લેવામાં ઉત્સાહ રાખે નહિ, લીધા બાદ આળસ કે પ્રમાદ કરે, વ્રત સંબંધી ક્રિયા સમયસર કરવામાં ન આવે તો તેનાથી ચોથો અને પાંચમો અતિચાર લાગે છે.
બીજા ગ્રંથોમાં પાંચમો અતિચાર આ પ્રમાણે બતાવ્યો છે. પૌષધવ્રતમાં અવિધિસર વર્તવું અર્થાત્ પૌષધવ્રત લઈને બરાબર પાલન ન કરવું, આહારપૌષધ કર્યો હોવા છતાંય ભૂખ અને તરસની વેદનાથી એવું વિચારવામાં આવે કે પૌષધ પારીને પારણામાં હું અમુક વાનગી કરાવીને ખાઈશ. આવો કંઈપણ વિચાર કરવાથી પાંચમો અતિચાર લાગે છે.
અતિચારવાળા પૌષધવ્રત ઉપર શ્રેષ્ઠી નંદમણિકારની કથા છે. શ્રી જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયન ઉપરથી તે કથા સંક્ષેપમાં અત્રે કહેવામાં આવે છે.
નંદમણિકારની કથા રાજગૃહી નગરીમાં શ્રી વિરપ્રભુ સમવસરણમાં બિરાજ્યા હતાં. પ્રથમ દેવલોકનો નિવાસી ક્રાંક દેવ સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરીને સ્વર્ગે ગયો.
તે સમયે શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: “ભગવન્! આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી ?”