________________
७४
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ આમ્રવૃક્ષ ! આ કરેણના વૃક્ષ આજે ભલે પ્રફુલ્લિત થાય પણ તારે આ માસમાં અધિક પ્રફુલ્લિત થવું યોગ્ય નથી. કારણ કે નીચ હોય તે આડંબર કરે છે. ઉત્તમ પુરુષો આડંબર કરતા નથી.”
રાજકન્યા આ શ્લોકનો અર્થ વારંવાર વિચારવા લાગી. વિચારતાં તેણે સમજાયું કે આ શ્લોકમાં તો મને જ ગર્ભિત રીતે કહેવામાં આવ્યું છે. ચિત્રકારની પુત્રી તો ગમે તે પુરુષની સાથે ચાલી નીકળે. તેના કૂળને કદાચ શોભે, પરંતુ હું તો રાજકન્યા છું. રાજકુળને તેથી કલંક જ લાગે. મારે આમ અજાણ્યા સાથે ભાગી જવું ઠીક નથી. આમ વિચારી તેણે ચિત્રકન્યાને કહ્યું – “અરે ! હું તો ઉતાવળમાં આભૂષણોનો ડબ્બો જ ભૂલી ગઈ. તમે એમ કરો, અમુક સ્થળે મારી રાહ જોજો. હું તે લઈને તુરત જ પાછી દોડી આવું છું.”
આમ તે રાજકન્યા મહેલમાં પાછી ફરી અને પિતાએ શોધી આપેલ કોઈ રાજપુત્રને પરણીને સુખી થઈ. આ બાજુ પેલી ચિત્રકન્યા ધૂર્ત ગાયકને પરણીને દુઃખી થઈ.
ઉપનયઃ કન્યાઓ તે મુનિઓ સમજવાં. ધૂર્ત ગાયકો તે વિષયો. ગાથા સંભળાવનાર તે ઉપાધ્યાય. તેમનો ઉપદેશ સાંભળી તેનો અર્થ સમજી વિચારીને અસંયમથી જેઓ નિવૃત્ત થાય છે તેઓ રાજકન્યાની જેમ સુખી થાય છે અને સુગતિને પામે છે. જયારે વિષયોમાં પડી રહેનાર અંતે દુર્ગતિને પામે છે.
નિંદા નામનો પ્રતિક્રમણનો છઠ્ઠો પર્યાય છે, આત્માની સાક્ષીએ આત્માની નિંદા કરવી. તેના અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા બે પ્રકાર છે. આ સંબંધી એક દષ્ટાંત કથા છે. તે આ પ્રમાણે :
એક રાજાએ પોતાના સભાગૃહને ચિત્રિત કરવા માટે ગામના યુવાન, વૃદ્ધ અને બાળક ચિત્રકારોને એ દિવાલો સરખે ભાગે વહેંચી આપી.
આમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેને ભાત આપવા માટે સભાગૃહમાં તેની પુત્રી આવતી. એક સમયે તે પોતાના પિતાને ભાત આપવા જતી હતી. ત્યાં તેને એક તોફાની ઘોડા પર રાજાને આવતો જોયો. ઘોડો બેકાબૂ બન્યો હતો. આથી ઘોડાની અડફેટમાં આવતાં મહામુસીબતે બચીને તે પોતાના પિતા પાસે પહોંચી.
પુત્રીને ભાત લાવેલી જોઈને તેનો પિતા દેહચિંતા માટે ગયો. આ સમયે રાજા ત્યાં ચિત્રો જોવા આવ્યાં. વૃદ્ધના ફાળે આવેલ દિવાલ પર મોરનું એક પીંછું ચિતરેલું હતું. રાજાને થયું કે દિવાલ ઉપર પીંછું ચોંટી ગયેલું છે. આથી તેને દૂર કરવા ગયો તેની આંગળીનો નખ ભાંગી ગયો. આ જોઈ પુત્રી બોલી – “મૂર્ખરૂપ માંચાનો ચોથો પાયો આજે મળ્યો.”
રાજાએ પૂછ્યું – “એટલે શું?”
પુત્રી - “મૂર્ણરૂપી માંચાનો પ્રથમ પાયો રાજમાર્ગે તોફાની ઘોડો દોડાવનાર, બીજો પાયો મારો પિતા કે ભોજન જોઈને દેહચિંતાએ ગયો, ત્રીજો પાયો મયૂર-પીંછીને ભ્રમથી પકડનાર તમે