________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ભાવાર્થઃ- સૂરિ મહારાજોએ વિચારીને કરેલા એવા જે પ્રતિક્રમણ શબ્દના આઠ પર્યાય છે તે પ્રતિક્રમણ શ્રાવકે પૌષધવ્રતમાં હર્ષથી કરવું.”
વિસ્તરાર્થ:- પ્રતિ એટલે પાછું, ક્રમણ એટલે ચાલવું. અર્થાત પાપથી પાછા હટવું તેનું નામ પ્રતિક્રમણ. કહ્યું છે કે
स्वस्थानाद्यत्परस्थानं, प्रमादस्य वशाद्गतः ।
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ “પ્રમાદને વશ થઈ પોતાના સ્થાનથી પરસ્થાન તરફ જવાયું હોય, ત્યાંથી ફરી પાછા ત્યાં જ મૂળ પોતાના સ્થાનમાં ગમન કરવું તે પ્રતિક્રમણ કહેવાય છે.
અથવા પ્રતિકૂળ ગમન કરવું એટલે કે રાગાદિકથી વિરુદ્ધ ગમન કરવું તે પ્રતિક્રમણ કહેવાય છે. આ સંદર્ભમાં કહ્યું છે કે –
क्षायोपशमिकाभावादौदयिकस्य वशं गतः ।
तत्रापि च स एवार्थं प्रतिकूलगमात् स्मृतः ॥ લાયોપથમિક ભાવથી ઔદયિક ભાવમાં ગયેલાઓનું જે પાછું પ્રતિકૂળ ગમન થવું અર્થાત્ ક્ષયોપશમભાવમાં આવવું. આમ પણ તે જ અર્થ સિદ્ધ થાય છે.
આ અંગે કોઈ પ્રશ્ન કરે કે - “પ્રતિક્રમણ તો અતીત-પૂર્વકાળના પાપને પડિક્કમવારૂપ છે. કારણ કે કહ્યું છે કે - અતીતકાળ સંબંધી હું પ્રતિક્રમું છું, વર્તમાનકાળે સંવરું છું અને અનાગત કાળે પાપ ન કરવાનું પચ્ચકખાણ કરું છું એટલે નવું પાપ નહિ કરવાનું પચ્ચકખાણ લઉં છું તો અહીં ત્રણ કાળનું પ્રતિક્રમણ કેમ કહ્યું છે?”
આના ઉત્તરમાં કહેવાનું કે અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ સામાન્યથી માત્ર અશુભ યોગની નિવૃત્તિના અર્થમાં છે. આથી અતીતકાળ સંબંધી પાપની નિંદા દ્વારા અશુભ યોગની નિવૃત્તિ અને અનાગત કાળ સંબંધી પ્રત્યાખ્યાન દ્વારા અશુભ યોગની નિવૃત્તિ સમજવી.
દેવસિક વગેરે પાંચ પ્રકારનું પ્રતિક્રમણ છે. તેમાં ઉત્સર્ગે દૈવસિક પ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહ્યો છે. “જ્યારે સૂર્ય અડધો આથમતો હોય તે વખતે ગીતાર્થ પ્રતિક્રમણ સૂત્ર (શ્રમણ સૂત્રો કહે. શ્રાવકોએ વંદિત્તા સૂત્રો કહેવાનું હોય છે. આ વિધાન પ્રમાણે દેવસિઅ પ્રતિક્રમણનો કાળ સમજવો. પ્રતિક્રમણ સંપૂર્ણ થાય તે સમયે આકાશમાં બે ત્રણ તારા ઉગેલા દેખાય એમ પણ કહ્યું છે.
રાત્રિપ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહ્યો છે. “આવશ્યક કરવાને સમયે આચાર્યો નિદ્રાનો મોક્ષ કરે છે. અર્થાત્ ઊંઘ છોડી જાગી જાય છે. પછી પ્રતિક્રમણની ક્રિયા તે વખતે કરે છે કે જ્યારે સવારે પ્રતિલેખના કર્યા પછી તરત સૂર્ય ઉગે.