________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૪૩
સામાયિકના ઉપકરણો આ વ્યાખ્યાનમાં સામાયિક કરવા માટે ધર્મના કેટલાક ઉપકરણ જોઈએ. તે સંબંધી વર્ણન કરવામાં આવે છે.
धर्मोपकरणान्यत्र पंचोक्तानि श्रुतोदधौ ।
तदालंब्य विधातव्यं, सामायिकं शुभास्तिकैः ॥ ભાવાર્થ - શાસરૂપી સમુદ્રમાં ધર્મનાં પાંચ ઉપકરણ બતાવ્યાં છે. ઉત્તમ આસ્તિક પુરુષોએ આ ઉપકરણો લઈ સામાયિક કરવું જોઈએ.
વિસ્તરાર્થઃ- શ્રી અનુયોગદ્વારની ચૂર્ણમાં કહ્યું છે કે શ્રમણોપાસકે પાંચ ધર્મોપકરણથી સામાયિક કરવું જોઈએ. પાંચ ધર્મોપકરણ આ પ્રમાણે છે – ૧. સ્થાપનાચાર્ય, ૨. મુહપત્તિ, ૩. જપમાળા (નવકારવાળી), ૪. ચરવળો અને ૫. કટાસણું.
પ્રથમ સ્થાપનાચાર્ય સ્થાપીને સામાયિક કરવું. આ સ્થાપના દસ પ્રકારની થાય છે. “૧. અક્ષ, ૨. વરાટક, ૩. કાઇ, ૪. પુસ્તક અને ૫. ચિત્રામણ. આ પાંચેય સ્થાપનાના સદ્ભાવ અને અસદુભાવ એવા પણ બે ભેદ છે.” આમ આવશ્યક નિર્યુક્તિના વંદનાધ્યયનમાં કહ્યું છે. આ ગાથા વડે એમ સમજવાનું છે કે ગુરુની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યની સામે વંદનાદિ કરવા. તેમાં મુખ્ય વૃત્તિ વડે કર્તા તરીકે સાધુ કહેલા છે.
આ વિષે કહ્યું છે કે “પંચમહાવ્રતધારી, પ્રમાદરહિત, માને કરી વર્જિત બુદ્ધિવાળા, મોક્ષાર્થી અને નિર્જરાના અર્થી એવા મુનિ મહારાજ કૃતિકર્મમાં વંદનના દાતા છે.” પરંતુ સાધુની જેમ શ્રાવકને પણ વંદના કરવી. અહીં કોઈ શંકા કરે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે શ્રાવકને પણ સ્થાપનાચાર્યની સ્થાપના કહી છે? આનું સમાધાન શ્રી વ્યવહારસૂત્રની ચૂલિકામાં બતાવ્યું છે. તેમાં કહ્યું છે કે “સિંહ નામનો શ્રાવક દ્રવ્યાધિકારે દિવ્યઋદ્ધિ વગેરે છોડી દઈને, પૌષધશાળામાં
સ્થાપનાચાર્ય સ્થાપીને સ્થિત થયો, આભૂષણો દૂર કરીને શ્રાવકે ઈરિયાવહી પડિક્કમી. મુહપત્તિ પલોવી અને ત્યારપછી ચાર પ્રકારનો પૌષધ કર્યો.” આમ સિંહ શ્રાવકે પ્રકટપણે સ્થાપનાનો
સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે જિનેશ્વરની ગેરહાજરીમાં તેમના વિરહમાં જેમ જિનબિંબનું પૂજન થાય છે તે પ્રમાણે શ્રી ગુરુના વિરહમાં-ગેરહાજરીમાં સ્થાપના સ્થાપવી તે ગુરુના વચનના ઉપદર્શનને માટે છે.”
અહીં કોઈ શંકા કરે કે “મુનિના સામાયિક સંબંધી પ્રસ્તાવમાં “ભંતે એ શબ્દની વ્યાખ્યા કરતાં “ગુરુવિરહમિ' ઈત્યાદિ વાક્યોથી ભાગ્યકાર મહારાજે સાધુને લક્ષ્યમાં રાખીને સ્થાપના કરવાનું કહ્યું, શ્રાવકને લક્ષ્યમાં રાખીને કહ્યું નથી. તો આ શંકા કરનારને પૂછવાનું કે “શ્રાવક