________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૩૧
આ ઘટના બાદ રાજા ધર્મમાં શ્રદ્ધાવાન બન્યો. કાળક્રમે રાજા અને મંત્રી બંને પુણ્યનું ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યાં.
સુમિત્ર મંત્રીએ એક રાત માટે દિશા સંક્ષેપ કર્યો તે પ્રમાણે શ્રાવકોએ દિવસ અથવા રાત માટે દિશા સંક્ષેપ કરવો. તેમ કરવાથી અણધાર્યા લાભ મળી જાય છે.
૧૪૬
દેશાવકાશિકવ્રતના પાંચ અતિચાર આગળના વ્યાખ્યાનમાં જે દેશાવકાશિક વ્રતની સમજ આપવામાં આવી છે તે વ્રતનું પાલન કરતાં પાંચ અતિચારનો ત્યાગ કરવાનો હોય છે. આ વ્યાખ્યાનમાં તે પાંચ અતિચાર કહેવામાં આવે છે.
प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा ।
शब्दरूपानुपातौ च, व्रते देशावकाशिके ॥ ભાવાર્થ:- નોકરને મોકલવો, અંદર કાંઈપણ મંગાવવું, કાંકરાદિ કંઈ વસ્તુ ફેંકવી, અવાજ કરવો અને રૂપ બતાવવું. આ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે.
વિસ્તરાર્થ:- દિવ્રતથી જે કાંઈ વિશેષ તે દેશાવકાસિક વ્રત કહેવાય છે. આ વિશેષપણું આ પ્રમાણે છે. દિવ્રત ચાવજીવિત, વર્ષ અને ચાતુર્માસના પરિણામવાળું હોય છે અને આ દેશાવકાશિક વ્રત એક દિવસ. એક રાત, પહોર અને બે ઘડીના પરિમાણવાળું હોય છે. આ વ્રતમાં પાંચ અતિચાર લાગે છે તે આ પ્રમાણે :
અમુક દિશા પરિમાણ નક્કી કર્યું હોય એથી તે ક્ષેત્રની બહાર જવાથી તે વ્રતના આરાધકને વ્રતભંગ થાય. પરંતુ આ નિયત કરેલા ક્ષેત્રની બહાર પોતાના કોઈ કામ માટે કોઈ નોકર, મિત્ર, સ્વજન આદિને મોકલવામાં આવે તો તેનાથી પ્રખ્યપ્રયોગનો અતિચાર લાગે છે. (પ્રેષ્ય એટલે મોકલવું). આનયન એટલે મંગાવવું. નિયત ક્ષેત્રની બહારથી કોઈના દ્વારા કંઈપણ મંગાવવાથી આ વ્રતના આરાધકને આનયનપ્રયોગનો બીજો અતિચાર લાગે છે. ધારેલા ક્ષેત્રની બહાર કપડું, કાગળ, કાંકરા વગેરે જેવી કોઈ ચીજ ફેંકીને પોતાનું કાર્ય જણાવવું તે પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર છે. ખાંસી કે ખોંખારો ખાઈને નિયતક્ષેત્રની બહાર રહેલાને પોતાની હાજરીની જાણ કરવી તે શબ્દાનુપાત નામે ચોથો અતિચાર છે. એવી જ રીતે પોતાનું રૂપ દર્શાવે, અર્થાત્ નિસરણી, અટારી, છાપરે કે અગાસી પર ચડી પોતાનું રૂપ બતાવે તે રૂપાનુપાત નામે પાંચમો અતિચાર છે.
આ વ્રત નિયત ભૂમિની બહાર ગમનાગમન વડે જીવનો વધ ન થાય તેવા ખ્યાલથી ગ્રહણ