________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૫૫
રૂપના અને યૌવનનાં ભારે વખાણ કર્યાં. રાજાએ દૂત મોકલી તેના હાથની માંગણી કરી. દાસીએ દૂત સાથે કહેવડાવ્યું “રાજા પોતે અહીં આવી મને મળશે ત્યારે અમારા બંનેના મનોરથ પૂર્ણ થશે.”
આ સંદેશો સાંભળી ચંડપ્રદ્યોત અનિલવેગ હાથી ઉપર બેસી દાસી પાસે જઈને ઊભો રહ્યો અને કહ્યું – “પ્રાણપ્રિયે ! હું તને લેવા આવ્યો છું. ચાલો, આ અનિલવેગ હાથી ઉપર બેસી જાવ.”
“સ્વામિન્ ! મારું આ જીવન હવે તમને જ સમર્પણ છે. પરંતુ આ જિનપ્રતિમા વિના હું જીવી શકું તેમ નથી. આથી આ પ્રતિમાના જેવી જ બીજી પ્રતિમા તૈયાર કરાવીને તમે અહીં લઈ આવો. એ પ્રતિમા અહીં સ્થાપન કરી આ મૂળ પ્રતિમા લઈ આપણે બંને સાથે જ અવંતી ચાલ્યા જઈશું.” દાસીએ વિનયથી કહ્યું.
અવંતીપતિ ચંડપ્રદ્યોત તુરત જ અવંતી પાછો ફર્યો ત્યાં જઈને તેણે તાબડતોબ વી૨ પરમાત્માની પ્રતિમા તૈયાર કરાવી. આબેહૂબ પ્રતિમા લઈને ફરી પાછો દાસી પાસે આવ્યો અને મૂળ પ્રતિમા લઈ બંને-સુવર્ણાંગુલિ અને રાજા ચંડપ્રદ્યોત અવંતી આવી ગયાં.
બીજે દિવસે સવારે ઉદાયન રાજા દર્શન કરવા આવ્યો. પ્રતિમાના મુખારવિંદ સામું જોયું તો પ્રતિમાના ગળામાં પહેરાવેલી પુષ્પમાળા તેને મ્લાન દેખાઈ અને તેની સતત સેવા કરતી દાસી પણ જોવામાં ન આવી. ઉદયનને તુરત જ શંકા ગઈ કે જરૂર આ પ્રતિમા સાથે કંઈ ચેડાં થયા છે. તેણે ગ્રીષ્મઋતુમાં દુર્લભ એવો મરુ દેશના જળ જેવો હાથીનો મદ પડેલો જોયો. નક્કી રાજા ચંડપ્રદ્યોત પોતાના અનિલવેગ હાથી ઉપર અહીં આવ્યો હોવો જોઈએ અને મૂળ પ્રતિમાને તેમજ દાસીને ઉપાડી ગયો હોવો જોઈએ.
ઉદાયનરાજાને આ ઘટનાથી ખૂબ જ ગુસ્સો ચડ્યો. તેણે તુરત સેનાને અવંતી ઉપર ચડાઈ લઈ જવા આજ્ઞા કરી. સેના અવંતી પહોંચી. ઉદાયન અને ચંડપ્રઘોત વચ્ચે તુમુલ યુદ્ધ થયું. અનિલવેગ ઉપરથી ઉદયનની સખત ઝીંક ઝીલતા રાજા ચંડપ્રદ્યોત પર ઉદાયને બાણનો વરસાદ વરસાવી ભોંય પર પાડી દીધો અને જીવતો જ બાંધી લીધો.
ચંડપ્રઘોતનને કેદ કરી તેના કપાળ ઉપર તપાવેલા સળિયાથી લખાવ્યું કે “આ મારી દાસીનો પતિ છે.”
એ પછી ઉદાયન પ્રદ્યોતના દરબા૨માં જ્યાં જિનાલય હતું ત્યાં ગયો. જઈને શ્રી વી૨ પરમાત્માની પ્રતિમાની ભાવપૂર્વક સ્તુતિ કરી અને એ પ્રતિમાને પોતાને ત્યાં લઈ જવા માટે ઉઠાવવા ગયો પણ પ્રતિમા સહેજે પણ હલી નહિ. એથી આંસુભીની આંખે ઉદાયને પૂછ્યું - “હે નાથ ! મેં આપનો તો એવો શો અપરાધ કર્યો છે કે મારી સાથે આવવા આપ તૈયાર નથી થતાં ?”
ઉદાયનની આ ફરિયાદ સાંભળી એ જિનાલયના અધિષ્ઠાયક દેવે કહ્યું - “રાજન્ !