________________
પ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ પ્રભાવતીએ સંયમધર્મનું ઉત્કૃષ્ટ પાલન કર્યું અને અનશન કરી તે સૌધર્મ દેવલોકમાં દેવતા થઈ.
હવે પ્રભાવતીની ગેરહાજરીમાં દેવદત્તા નામની કુન્નાદાસી આ પ્રભાવક વીર પરમાત્માની પ્રતિમાની પૂજા કરવા લાગી.
આ સમયમાં પ્રભાવતીનો જીવ દેવ તાપસનું રૂપ લઈ રાજદરબારમાં રોજ આવવા લાગ્યો, આવીને રોજ રાજાને એક દિવ્ય અમૃતફળ ભેટ ધરતો. ફળના સ્વાદથી લલચાઈને રાજાએ તાપસને કહ્યું – “હે તાપસ ! આવાં સ્વાદિષ્ટ ફળ ક્યાં ઉગે છે? એ સ્થાન મને બતાવો.”
તાપસ રૂપધારી દેવ રાજાને પોતાના વિકર્વેલા આશ્રમમાં લઈ ગયો. ત્યાં ઉઘાનમાં તેણે ઉગેલ અમૃત ફળ બતાવ્યાં. લાલચથી રાજા તે ફળ તોડવા ગયો ત્યાં તાપસોએ દોડી આવીને તેને લાકડીથી ફટકાર્યો. આથી ભય પામી તેણે પોતાના નગર તરફ દોટ મૂકી. આગળ રાજા ને પાછળ તાપસો. રસ્તામાં નાસતાં નાસતાં તેણે સાધુઓને જોયાં. તેણે તુરત જ તેમનું શરણું લીધું. સાધુઓએ તેને અભયદાન અને આશ્વાસન આપ્યું. તેણે વિચાર્યું “ખરેખર મને તાપસે છેતર્યો. મારે આમ ફળના સ્વાદમાં લલચાવું નહોતું જોઈતું.”
ત્યાં જ દેવતા થયેલ પ્રભાવતીએ પ્રત્યક્ષ થઈ અને તેણે સર્જેલી માયા સંકેલી લીધી. દેવતા પ્રભાવતીએ રાજાને ઉપદેશ આપ્યો એટલે રાજા જૈનધર્મમાં શ્રદ્ધાળુ બન્યો.
હવે તે અરસામાં ગાંધાર નામના એક શ્રાવક શાશ્વત વર પરમાત્માની પ્રતિમાને વંદના કરવાની ભાવનાથી વૈતાઢ્યગિરિના મૂળમાં તપ કરતો હતો. તેના ઉગ્ર તપથી પ્રસન્ન થઈ શાસનદેવીએ તેનું મનોવાંછિત પૂર્ણ કર્યું અને તેને મનોવાંછિતદાયક ૧૦૮ ગુટિકા આપી. ગાંધાર શ્રાવકે એક ગુટિકા મોંમાં નાખી વીતભય પાટણમાં જઈ દેવાધિદેવ શ્રી વિરપરમાત્માની પૂજાભક્તિની ઈચ્છા કરી અને ગુટિકાના પ્રભાવથી તે તુરત જ વીતભય પાટણ પહોંચી ગયો. ત્યાં તે વીર પરમાત્માની પૂજાભક્તિ કરવા લાગ્યો.
ગાંધાર શ્રાવકને પોતાની અંતિમ ઘડીનો અણસાર મળ્યો. આથી તેણે પેલી દિવ્ય ગુટિકાઓ પોતાની સાધર્મી દેવદત્તા કુબ્બા દાસીને આપી દીધી અને પોતે દીક્ષા લીધી.
દેવદત્તા દાસી કુળ્યા હતી. ગુટિકાના પ્રભાવથી તેણે સ્વરૂપવાન સુંદરી થવાની ઈચ્છા કરી. તેની એ ઈચ્છા તુરત જ ફળી. દેવદત્તાને રૂપવતી થયેલી જોઈ તેનું નામ સુવર્ણગુલિ રાખ્યું.
રૂપ તો મળ્યું પણ યોગ્ય વર વિના સ્ત્રીનું રૂપ શું કામનું? સુવર્ણગુલિએ પોતાના રૂપને યોગ્ય એવા વરના નામો વિચારી જોયાં. વિચારના અંતે તેણે પોતાને યોગ્ય રાજા ચંડપ્રદ્યોત જ વર જણાયો. વરની મનથી પસંદગી કરી તેણે દિવ્ય ગુટિકા મુખમાં મૂકી અને કહ્યું – “ચંડપ્રદ્યોત રાજા જ મારા ભર્તાર થાઓ.”
સુવણગુલિની આ ઈચ્છા પુરી કરવા પેલી દેવી ચંડપ્રદ્યોત પાસે ગઈ. ત્યાં તેણે દાસીના