________________
૬૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ભગવંતે કહ્યું - હે ગૌતમ ! જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા, તે કેવળી ભગવંતને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદ્મસ્થ અનગારી (મુનિ)ને હોય છે અને ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે.
આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું -
“હે શંખ! ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દઢ બંધનવાળી કરે છે.”
આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે.
પાંચમા અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણેલું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.
૧૫૧ પર્વની આરાધનાનો વિધિ चतुर्दश्यष्टमी राकोदिष्टा पर्वस पौषधः ।
विधेयः सौधस्थेनेत्थं पर्वाण्याराधयेद् गृही ॥ ભાવાર્થ:- ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યાદિ પર્વમાં ગૃહસ્થ પૌષધદ્રત કરવું અને તેમ કરીને પર્વની આરાધના કરવી.
વિસ્તરાર્થ - ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યા એ પર્વ કહેવાય છે. આ પર્વના દિવસોએ ગૃહસ્થ પૌષધ કરવો જોઈએ. રોજ ધર્મક્રિયા થઈ શકે તો તે ઘણું ઉત્તમ છે. પરંતુ દરરોજ તેમ કરવું શક્ય ન હોય તો પર્વના દિવસે તો અવશ્યપણે ધર્મની આરાધના ને સાધના કરવી જોઈએ. વાદીવેતાળ શ્રી શાંતિસૂરિજીએ રચેલી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે –
सर्वेष्वपि तपोयोगः प्रशस्तः कालपर्वसु ।
अष्टम्यां पंचदश्यां च, नियतः पौषधं वसेत् ॥ સર્વ કાળ પર્વમાં તપનો યોગ શ્રેષ્ઠ છે, પરંતુ આઠમ અને પુનમે તો અવશ્ય પૌષધ ગ્રહણ કરવો.”