________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
સંજોગો સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, પરંતુ સૂર્યયશા પાક્ષિકના દિવસે પૌષધ કરવાનું ક્યારે પણ ચૂકતો નહિ. નગરજનો પાસે પણ તે દિવસે આરંભ-સમારંભનો ત્યાગ કરાવતો.
એક દિવસ સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠા બેઠા અવધિજ્ઞાનથી સૂર્યપશાનું પર્વ સંબંધી દઢ મન જોયું. સૂર્યપશાની ધર્મમાં શ્રદ્ધા-શુદ્ધિ અને આગ્રહ જોઈ સૌધર્મેન્દ્ર મનોમન તેની પ્રશંસા કરી અને મસ્તક નમાવી ભાવથી સૂર્યયશાને પ્રણામ કર્યા
એ સમયે ઈન્દ્રસભામાં રંભા, ઉર્વશી અને બીજી ગંધર્વીઓ નૃત્ય કરી રહી હતી. સંગીત અને નૃત્યનો ભારે જલસો જામ્યો હતો, સૌધર્મેન્દ્રને આમ અચાનક માથું નમાવતાં જોઈ અપ્સરાઓએ ઈન્દ્રને પૂછ્યું - “સ્વામિન્! મૃત્યુલોકના વૃદ્ધ માનવીની જેમ તમે માથું કેમ ધુણાવ્યું? શું અમારા નૃત્ય-સંગીતમાં કંઈ ભૂલ થઈ છે? કોઈ તાલ શું અમે ચૂકી ગયા છીએ? હે દેવ! જે હોય તે સત્ય કહીને સભાની શંકાનું નિવારણ કરવાની કૃપા કરો.”
સૌધર્મેન્દ્ર - “દેવીઓ! તમારા નૃત્ય-સંગીતમાં કંઈ જ ભૂલ થઈ નથી. તમે કોઈ તાલ પણ નથી ચૂકી ગયાં. મેં માથું ધુણાવ્યું નથી. મેં માથું નમાવ્યું છે. મૃત્યુલોકમાં ભરતચક્રવર્તીના જયેષ્ઠ પુત્ર સૂર્યપશાની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને મેં તેમને અહીં બેઠા ભાવથી વંદના કરી છે.
સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, ધરતી ચલાયમાન થાય, પરંતુ સૂર્યશા રાજા પોતાના વ્રત-નિયમમાંથી કદી ચલિત થતો નથી. પોતાના વ્રત-નિયમમાં તે હંમેશાં અટલ અને અડગ રહે છે. બીજું તેના સંગથી બીજા પણ અનેક લોકો ધર્મારાધનામાં જોડાય છે. આથી આવા દેઢ શ્રદ્ધાળુ સૂર્યયશાને મેં ભાવથી વંદના કરી છે.”
રંભા અને ઉર્વશી તુરત જ બોલી ઉઠી - “અન્ન અને પાણી ઉપર જીવતા પામર માનવની આટલી પ્રશંસા ? દેવોના દેવ થઈ એક ક્ષુદ્ર માનવીની આવી ભારે પ્રશંસા કરવી આપના માટે યોગ્ય નથી અને એ સૂર્યયશા રાજાએ અમારું સૌંદર્ય જોયું નથી એટલે તે પોતાના વ્રત-નિયમમાં અટલ અને અડગ છે. એક વખત તે અમારા રૂપમાં મોહ પામશે તો તેની એ દઢતા ક્યાંય તૂટીને ફેંકાઈ જશે.”
રંભા અને ઉર્વશી આવી પ્રતિજ્ઞા લઈને માનવસ્ત્રીનું રૂપ ધરીને વિનીતાનગરીમાં આવી. આવીને સીધી શક્રાવતાર નામના જિનાલયમાં ગઈ. ત્યાં જઈને વિણાના મધુર સૂર અને પોતાના કોકિલ કંઠે જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરવા લાગી. સપ્તસ્વરથી જિનાલયની આસપાસનું વાતાવરણ ભક્તિતરબોળ બની ગયું.
સમય થતાં પૌષધ પારીને સૂર્યયશા પરિવાર સહિત દર્શન કરવા માટે શક્રાવતાર ચૈત્ય આવવા નીકળ્યો. ચૈત્યને જોતા પોતાના વાહનમાંથી તે નીચે ઉતર્યો. મુગટ, છત્ર અને ચામર વગેરે બાજુએ મૂક્યાં. ઉપાનહ પણ કાઢી નાખ્યાં અને ઉઘાડા પગે ચૈત્ય તરફ જવા લાગ્યાં. ત્યાં તેણે સપ્તસ્વરમય ભક્તિ સંગીત સાંભળ્યું. ચૈત્યમાં આવી સૂર્યયશાએ ભાવપૂર્વક પ્રથમ તીર્થંકર