________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ દશેરા, દિવાળી વગેરે લૌકિક પર્વમાં માણસો વિશેષ પ્રકારે પરિધાન અને ભોજન વગેરે કરે છે તે રીતે શ્રાવકોએ પર્વના દિવસોએ પણ વિશેષપણે ધર્મક્રિયા વગેરે કરવી જોઈએ. પર્વણીના સંબંધમાં કહ્યું છે કે - “બીજ પાળવાથી અણુવ્રત અને મહાવ્રત રૂપ બે પ્રકારનો ધર્મ આરાધાય છે. પાંચમ પાળવાથી પાંચ જ્ઞાન પમાય છે. આઠમની આરાધનાથી આઠ કર્મ ખપે છે. એકાદશીની આરાધનાથી અગિયાર અંગ પ્રાપ્ત થાય છે અને ચૌદશ આરાધવાથી ચૌદ પૂર્વનો લાભ થાય છે.” આ પાંચ પર્વ છે તેમાં પૂર્ણિમા તથા અમાવાસ્યા ઉમેરવાથી સાત પર્વ થાય છે.
શ્રી ગૌતમસ્વામીએ શ્રી વીર પ્રભુને પૂછ્યું - ભગવંત ! બીજ વગેરે પાંચ પર્વણીએ કરેલ ધર્માનુષ્ઠાનથી શું ફળ પ્રાપ્ત થાય?”
ભગવંતે કહ્યું - “હે ગૌતમ ! પ્રાયઃ આ જીવ પર્વણીઓને દિવસે પરભવનું આયુષ્યકર્મ ઉપાર્જે છે. એક ભવમાં આયુષ્ય બાંધવાનો કાળ એક જ હોય છે. દરેક જીવ પોતપોતાના આયુષ્યના ત્રીજા ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે અને તે કદી પણ ચલાયમાન થતું નથી. જેમ શ્રેણિક રાજાએ પૂર્વે ગર્ભિણી મૃગલીને મારતા ગર્ભ જુદો પડ્યો, તેથી પોતાના બળનું વર્ણન કરતા નારકનું આયુષ્ય બાંધ્યું હતું. તે કોઈપણ રીતે છૂટી શક્યું નહિ, તે પ્રમાણે સમજવું.”
જૈનેતર શાસ્ત્રોમાં પણ પર્વના દિવસોએ સ્નાન-મૈથુનાદિનો નિષેધ કરેલો છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે -
चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । પષેતન રાજેન્દ્ર ! રવિ-સંક્રાંતિ પર્વ ૨ II तैलस्त्रीमांससंभोगी, पर्वस्वेतेषु वै पुमान् ।
विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ॥२॥
હે રાજેન્દ્ર ! ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્યની સંક્રાતિના દિવસો એ પર્વણીઓ છે. તે દિવસે તેલ ચોળીને સ્નાન કરનાર, સ્ત્રી સંભોગ કરનાર, માંસ ખાનાર મૃત્યુ પામ્યા પછી વિમૂત્ર ભોજન નામની નરકમાં (આ નરકમાં વિષ્ઠા અને મૂત્રનું ભોજન કરવું પડે છે) જાય છે.”
અવસરે કરેલું ધર્મકાર્ય મહાન લાભ આપે છે. આથી ખાસ કરીને પર્વના દિવસે અહોરાત્ર પૌષધ કરવો. તેમ ન બની શકે તેમ હોય તો રાત્રિપૌષધ કરવો. આ પૌષધવ્રતની આરાધના અંગે પૃથ્વીપાળ રાજાની કથા કહેવામાં આવે છે.
પૃથ્વીપાળ રાજાની કથા ક્ષિતિપ્રતિષ્ઠનગરના રાજા પૃથ્વીપાળે મોરનો શિકાર કરવા બાણ છોડ્યું. બાણ વાગતાં જ ઝાડ પર બેઠેલો મોર એક ચીસ સાથે ભોંય ગબડી પડ્યો. તીર શરીરમાં ખૂપેલું હતું પરંતુ પ્રાણ