________________
પ૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ વિષયસેવન ન કરવું, તેની મર્યાદા બાંધવી તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે અને દિવસ-રાતના આઠેય પહોરનું બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે.
અવ્યાપાર પૌષધ : આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. “અમુક વ્યાપાર હું નહિ કરું” એમ ધારવું તે દેશથી અને દિવસ-રાતનાં આઠેય પહોર માટે સર્વ પ્રકારનો વ્યવસાય કે વ્યાપારનો ત્યાગ કરવો તે સર્વથી વ્યાપારનો પૌષધ કહેવાય છે.
દેશથી પૌષધ કરનાર સામાયિક કરે પણ ખરો અને ન પણ કરે. પરંતુ જો સર્વથી પૌષધ કરવાનો હોય તો સામાયિક અવશ્ય કરવું જોઈએ. સામાયિક લીધેલો પૌષધ જ ફળ આપે છે. આ ચારેય પ્રકારનો સર્વથી પૌષધ ઉપાશ્રય, ચૈત્યગૃહ કે પૌષધશાળામાં કે ઘરમાં કરવો. આ પૌષધ ગુરુની સમક્ષ કરવો જોઈએ. પૌષધ લેતી વખતે સર્વ પ્રકારનાં આભૂષણો ઉતારી નાંખવા જોઈએ. પૌષધના સમય દરમિયાન જ્ઞાનાભ્યાસ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મગ્રંથનું વાંચન કરવું. જાપ જપવો અથવા શુભધ્યાન ધરવું.
શ્રાવક પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં અને પૌષધસૂત્રમાં પણ કહ્યું છે.
રેમિ ભંતે પસદં માહારપોર્દિ રેલો સત્રમો | વગેરે ચાર ભેદથી પોસહ કહ્યો છે અને પૌષધ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. આહારપોસહ વગેરે ચાર પ્રકારના દેશથી અને સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણતા એંશી ભાંગા થાય છે. તેમાં અત્યારે આહારપૌષધ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોધ જોવામાં નથી આવતો. બીજું સાધુ અને ઉપધાન કરનાર શ્રાવકો પણ આહાર લે છે. બાકીના ત્રણ પૌષધ તો સર્વથી જ કરવા.
અહીં કોઈ શંકા કરે કે નિર્દોષ શરીર સત્કાર અને વ્યાપાર કરવામાં શો દોષ છે? આનું સમાધાન આ પ્રમાણે છે. આ બન્ને ક્રિયા શરીર શોભા અને લોભના હેતુભૂત છે અને સામાયિકમાં આવી પ્રવૃત્તિઓના નિષેધ ફરમાવ્યા છે. શક્તિના અભાવે ધર્મક્રિયાનો ઉત્સાહ અને શક્તિ ટકાવી રાખવા માટે સાધુની જેમ પૌષધમાં આહાર સ્વીકારવા યોગ્ય છે. આ સંબંધમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે – “દેશથી આહાર પૌષધ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચ્ચકખાણ પારીને “આવસહી' કહીને ઉપાશ્રયની બહાર નીકળવું. ઈર્યાસમિતિ વડે ઘરે જઈ ઈરિયાવહી પડિક્કમી, ગમણાગમણે આલોવી ચૈત્યવંદન કરવું. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસવું. પાત્રને પ્રમાર્જવા અને પછી ઉચિત ભોજન પીરસાવવું. ભોજન પીરસાઈ ગયા બાદ પચ્ચકખાણ સંભારી વદન પ્રમાજી ભોજન લેવું. ભોજન સમયે સબડકા કે બચકારા કરવા નહિ. આરામથી રસપૂર્વક જમવું નહિ. છાંડવું નહિ. મન-વચન અને કાયાની ગુપ્તિથી સાધુની જેમ ભોજન લેવું. ભોજન બાદ પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને નવકાર ગણીને ઊઠવું. પછી ચૈત્યવંદન કરી પચ્ચકખાણ ધારી અને ફરી પૌષધશાળામાં આવવું અને સ્વાધ્યાય-ધ્યાન વગેરે કરવું.”