________________
૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
સેવા છોડી તે કોણિક રાજા પાસે આવ્યો. ત્યાં શ્રી વીરપ્રભુની વાણીથી પ્રતિબોધિત થઈ શ્રાવકધર્મ પાળવા લાગ્યો. પરંતુ અંતરથી તે પિતા પરની વૈરવૃત્તિને છોડી શક્યો નહિ. અંત સમયે પાક્ષિક અનશન કરી મૃત્યુ પામ્યો. પૂર્વોક્ત પાપને આલોવ્યું નહિ. મૃત્યુ પામીને તે ભવનપતિમાં દેવતા થયો. ત્યાંથી એક પલ્યોપમનું આયુષ્ય ભોગવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પામીને અંતે મોક્ષે જશે.
આમ રાજર્ષિ ઉદાયને પર્વના દિવસોએ તમામ આરંભ-સમારંભ છોડી નિષ્કામ ભાવનાથી ધર્મારાધન કર્યું, તેમ શ્રાવકોએ પણ નિઃસ્પૃહભાવે વિવિધ વ્રતોનું પાલન કરવું જોઈએ.
૧૫૦
પૌષધવ્રતના ભેદો
ત્રીજા શિક્ષાવ્રત-પૌષધવ્રતનું આ વ્યાખ્યાનમાં વિસ્તારથી સ્વરૂપ કહેવામાં આવે છે.
ભાવાર્થ :- જેનાથી ધર્મની પુષ્ટિ થાય તે પૌષધવ્રત કહેવાય છે. આહારપૌષધ આદિ તેના ચાર ભેદ છે.
વિસ્તરાર્થ :- પુણ્ પુષ્ટી પુણ્ ધાતુનો અર્થ પુષ્ટિ થાય છે. ધર્મસ્ય પોષ પુષ્ટિ થાયતીતિ પોષધમ્। ધર્મની પુષ્ટિને ધારણ કરે તે પૌષધ કહેવાય છે. આઠમ, ચૌદશ વગેરે પર્વ દિવસોએ આ અનુષ્ઠાન કરવાનું હોય છે. આ અનુષ્ઠાનના ચાર પ્રકાર છે અને તે દરેકના બબ્બે ભેદ છે. શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં તથા તેની ચૂર્ણિમાં પણ આ પ્રમાણે પાઠ છે.
આહારપૌષધ : આના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. અમુક વિગઈનો ત્યાગ કરવો અથવા આંબેલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ કહેવાય છે. અને રાત દિવસ બેયના મળીને આઠે પહોર ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહારપૌષધ કહેવાય છે.
શરીરસત્કારપૌષધ : આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. અમુક પ્રકારના દેહપ્રસાધનના સાધનોનો ઉપયોગ ન કરવો તે દેશથી. સ્નાન, માલિશ, પ્રસાધન તથા શણગાર વગેરેનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે.
ન
બ્રહ્મચર્ય પૌષધ : આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. દિવસે કે રાતે