________________
૫૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩)
ઉદાયનના આ ભાવ પ્રભુ પારખી ગયાં. પ્રભુ એક સમયે તેની નગરીમાં પધાર્યા. ઉદાયને શ્રી વીપ્રભુનું ખૂબ જ ઠાઠમાઠથી ભવ્ય સ્વાગત કર્યું. વિધિપૂર્વક પ્રભુને વંદના કરી અને તેમની ભવતારક દેશના સાંભળી મહેલમાં પાછો ફર્યો. મહેલની સુવર્ણ પથારીમાં સૂતાં સૂતાં તે વિચારવા લાગ્યો - “સાચે જ આ રાજય અંતે નરકગતિ આપનાર છે. આથી મારા પુત્ર અભિચિને આપવું યોગ્ય નથી.” અને તેણે પોતાનું રાજય ભાણે જ કેશીને આપ્યું અને પોતે શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સંયમ લેવાના દિવસથી જ તેણે ઉગ્ર તપસ્યા આરંભી દીધી અને પોતાના દેહને ખૂબ જ શોષવી નાંખ્યો.
- પારણામાં નિરંતર નિરસ આહાર લેવાથી ઉદાયન રાજર્ષિને કશોક રોગ થયો. કોઈ વૈદ્યના ધ્યાનમાં આવતાં તેણે કહ્યું – “આપ દહીંનું સેવન કરી તમારું આરોગ્ય જાળવી રાખો.”
રાજર્ષિ સ્વદેહમાં નિસ્પૃહ હતાં. દેહ પ્રત્યે તેમને જરાય મમત્વ ન હતું. છતાંય તે દહીંની ગવેષણા કરવા લાગ્યાં. વિહાર કરતાં કરતાં એક દિવસ તે વીતભય પધાર્યા. તેમને જોઈ પૂર્વ દ્વેષથી મંત્રીએ કેશી રાજને ભંભેર્યો કે - “હે રાજનું ! તમારા મામા સાધુજીવનથી કંટાળી ગયા છે. આથી તે તમારું રાજય લેવા માટે અહીં પાછા ફર્યા છે. માટે તમે તેમનો જરાપણ વિશ્વાસ કરશો નહિ.” આ કેશીએ કહ્યું – “મંત્રીજીઆ રાજ્ય તેમનું જ આપેલું છે. ભલે તે પાછું લઈ લે.”
મંત્રીએ કહ્યું – “રાજનું ! કોઈ રાજ્ય આપતું નથી. રાજ્ય પુણ્યથી મળે છે. પુણ્યથી મળેલું રાજ્ય શા માટે પાછું આપી દેવું? અને તમારા આ મુનિ મામા રાજય પાછું લેવા આવ્યાં છે, તો એ રાજ્ય પાછું ન લઈ જાય તે માટે તમે તેની હત્યા કરાવી નાંખો.”
કાચા કાનના કેશીને મંત્રીની વાત ગળે ઉતરી ગઈ. તેણે પશુપાલિકા મારફત ઉદાયન રાજર્ષિને ઝેર ભેળવેલું દહીં અપાવ્યું.
કોઈ દેવતાએ એ ઝેર હરી લીધું અને મુનિ ઉદાયનને ચેતવ્યા - “તમને ઝેર ભેળવેલું દહીં ગોચરીમાં મળશે માટે તમે દહીં ખાશો નહિ અને તેની ઈચ્છા રાખશો નહિ.”
| મુનિએ તે દિવસથી દહીં ખાવાનું છોડી દીધું. આ બાજુ દહીંના અભાવે રોગ ભીષણ બનતો ગયો. મુનિએ પુનઃ દહીં લેવાનો પ્રયત્ન કર્યો તેમાં ઝેર ભેળવ્યું હતું તે પેલા દેવતાએ હરી - લીધું. આમ બે ત્રણ વાર ઝેર કરવાની ઘટના બની. એક સમયે દેવતા તેમ કરાવાનું ચૂકી ગયો. રાજર્ષિ ઝેરી દહીં વાપરી ગયાં અને ઝેરે શરીરમાં તીવ્ર અસર કરી. એ જોઈ રાજર્ષિએ અનશન કર્યું. ત્રીસ દિવસ સુધી અનશન પાળ્યું અને કેવળજ્ઞાન પામી કાળક્રમે નિર્વાણ પામ્યાં. આથી પેલા દેવતાએ કોપાયમાન થઈ કેશી રાજાના વીતભય નગરને ધૂળથી પૂરી દીધું.
આ બાજુ પુત્ર અભિચિએ વિચાર્યું કે – “રાજગાદીનો હું હક્કદાર હોવા છતાં મારા પિતાએ તે રાજ પોતાના ભાણેજને આપ્યું. ધિક્કાર છે મારા પિતાને.” અને કેશી રાજાની