________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પણ વિષયાંધ કુમારનંદી માન્યો નહિ. નિયાણું બાંધીને તે આગમાં જીવતો બળી મૂઓ, મરીને તે પંચશૈલ હીપનો સ્વામી થયો.
આ દુર્ઘટનાથી નાગિલનું મન સંસાર પરથી ઉઠી ગયું. તેણે દીક્ષા લઈ લીધી અને ચારિત્રધર્મની વિશુદ્ધ આરાધના કરી તે અશ્રુત લોકમાં દેવતા થયો.
દેવલોકમાં એક સમયે દેવાતાઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જવા નીકળ્યાં. ઈન્દ્રની આજ્ઞાથી હાસા-મહાસા દેવીઓએ નૃત્ય કર્યું. ગીતો ગાયાં. તેમણે કુમારનંદીના જીવ દેવતા વિદ્યુમ્ભાળીને ઢોલ વગાડવા કહ્યું. અભિમાનથી તેણે ઢોલ વગાડ્યો નહિ. આથી પૂર્વના કર્મના ઉદયથી એ ઢોલ તેના ગળામાં આવીને ભેરવાઈ ગયો. ત્યારે દેવીઓએ કહ્યું – “સ્વામી! ઢોલ વગાડવામાં શરમાઓ નહિ. આપણા કુળને શોભે તેવું તે કામ છે. માટે પ્રેમથી તમે ઢોલ વગાડો.”
અને વિદ્યુન્સાળીએ ઢોલ વગાડ્યો. હાસા-મહાસા નૃત્ય કરવા લાગી અને દેવયાત્રા આગળ ચાલી. આ યાત્રામાં નાગિલ શ્રાવક મિત્રનો જીવ અય્યત દેવ પણ હતો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વભવના મિત્રને જોયો. તુરત જ ત્યાં ગયો અને પૂછ્યું – “દોસ્ત! મારી ઓળખાણ કંઈ પડે છે?”
“ના, તમે કોણ છો?” વિદ્યુમ્ભાળીએ પૂછ્યું.
નાગિલે આથી બધી હકીકત કહી સંભળાવી. એ સાંભળી વિદ્યુન્માળીએ પૂછ્યું - “મૃત્યુલોકમાં તો મેં તારું ન માન્યું અને આજે મારે ઢોલ વગાડવો પડે છે. મને આ નથી ગમતું. તેમાં મને નાનમ લાગે છે. હવે તું મારા ઉદ્ધારનો કંઈ ઉપાય બતાવ. હું તે જરૂરથી અમલમાં મૂકીશ.”
અશ્રુત દેવે કરુણાથી કહ્યું - “મિત્ર ! કર્મસત્તા બળવાન છે. તે દેવને પણ નથી છોડતી. અશુભ કર્મબંધનને તોડવા માટે ગૃહસ્થપણે ચિત્રશાળામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવ સાધુ શ્રી વીર પરમાત્માની તું પ્રતિમા કરાવ. તેનાથી તને બોધિબીજ ઉત્પન્ન થશે.”
નંદીશ્વર દ્વીપની યાત્રાએથી પાછા ફર્યા બાદ વિદ્યુમ્ભાળીએ પહેલું કામ ભાવસાધુ શ્રી વીર પરમાત્માને જોવાનું કર્યું. તેમના દર્શન કરી તે હિમવંત પર્વત પર ગયો. ત્યાંથી ગોશીષ ચંદન લઈ આવ્યો. વીર પરમાત્માનું જેવું નિર્મળ દિવ્ય સ્વરૂપ જોયું હતું તેવી જ પ્રતિમા એ ચંદનમાંથી તૈયાર કરી. એ પ્રતિમાને દિવ્ય અલંકારોથી શણગારી અને કપિલ કેવળી પાસે એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી તેને ચંદનની પેટીમાં મૂકી.
તે સમયે સમુદ્રમાં એક વહાણ છેલ્લા છ મહિનાથી તોફાનમાં સપડાયેલું હતું. તેને કોઈ કિનારો લાપતો ન હતો. વિદ્યુન્માળીએ એ વહાણને તોફાનમાંથી ઉગાર્યું અને તેમાં બેઠેલા એક મુસાફરને પ્રતિમાની પેટી આપીને કહ્યું – આ પેટી તું વીતભય પાટણ લઈ જજે. ત્યાં જઈને ઘોષણા કરાવજે કે આ પેટીમાં શ્રી વીર પરમાત્માની પ્રતિમા છે. તમે તેને ગ્રહણ કરો.”
વિતભય પાટણમાં આવીને મુસાફરે દેવની સૂચના મુજબ ઘોષણા કરાવી. એ સાંભળી