________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૪૯
૧૧મું પૌષધોપવાસ વ્રત પર્વના દિવસે શ્રાવકે અવશ્ય પૌષધ કરવો. કહ્યું છે કે -
જે પૌષથોપવાન, તિતિ પર્વવારે |
अंतिम इव राजर्षिर्धन्यास्ते गृहिणोऽपिहि ॥ “પર્વના દિવસે ઉપવાસ કરી જે પૌષધમાં રહે છે, તે ગૃહસ્થ છેલ્લા રાજર્ષિની જેમ
ધન્ય છે.”
છેલ્લા ઉદયન રાજર્ષિની કથા ચંપાનગરીમાં એક સોની રહેતો હતો. કુમારનંદી તેનું નામ. સ્વભાવે તે સ્ત્રીલંપટ હતો. જે રૂપાળી કન્યાને જોઈ તેને મોહ થતો તે કન્યાને જોઈતી સોનામહોર આપીને તેની સાથે લગ્ન કરતો. આવી ખરીદ કરેલ તેને પાંચસો પત્ની હતી. આ બધી પત્નીઓ સાથે તે એક થાંભલાવાળા મહેલમાં વિષયસુખ ભોગવતો.
આ કુમારનંદીને નાગીલ નામનો એક શ્રાવક મિત્ર હતો. આ મિત્રે તેના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેને વિષયના કુંડમાંથી બહાર કાઢી તેનો આત્મોદ્ધાર કર્યો હતો.
એક સમયની વાત છે. કુમારનંદી પોતાના મહેલની અગાશીમાં ઊભો હતો. ત્યાં તેણે બે રૂપ-રૂપની અંબાર સમી યુવતીઓ જોઈ.
તે સમયે પંચશૈલ દ્વીપની બે અધિષ્ઠાત્રી વ્યંતર દેવીઓ ઈન્દ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપ જઈ રહી હતી. સાથે તેમનો પતિ વિદ્યુમ્ભાળી દેવ પણ હતો. દુર્ભાગ્યવશ રસ્તામાં જ આ દેવ અવી (મૃત્યુ) ગયો. છતાંય આ બે વ્યંતર દેવીઓ પાસા અને પ્રહાસાએ પોતાની યાત્રા ચાલુ જ રાખી. ત્યાં તેમણે કુમારનંદીને જોયો. તેની આંખો અને હોઠ ઉપરથી તેમને લાગ્યું કે આ પુરુષ ખૂબ જ કામી અને વિષયલંપટ છે. કંઈક મજાક ખાતર બંને દેવીઓ તેની નજદીક આવી.
કુમારનંદીની દેહભૂખ ભડકી ઊઠી. તેણે પૂછ્યું - “હે રૂપાંગનાઓ! તમે કોણ છો? અને અહીં મારી પાસે શા માટે આવ્યા છો?”
“અમે તમારા માટે જ આવ્યા છીએ.” કુમારનંદીના કાને જાણે ઝરણાંનો અવાજ સંભળાયો.
તો પછી રાહ કોની જુવો છો? ચાલો મારા રંગભવનમાં.” કુમારનંદીએ ઉત્સાહથી તે નિમંત્રણને વધાવી લીધું.