________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ પ્રતિબોધિત રાજા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનો સંઘ કાઢ્યો હતો. તે સંઘમાં એકસો ને અગણોત્તર સોનાના અને ચંદન, હાથીદાંત વગેરેના ૫૦૦ જિનાલયો હતાં. શ્રી સિદ્ધસેન આદિ પાંચ હજાર આચાર્યો, ૧૪ મુગટધારી રાજાઓ, સીત્તેર લાખ શ્રાવક કુટુંબો, એક કરોડ દશ લાખ અને નવ હજાર ગાડાઓ, અઢાર લાખ ઘોડાઓ, અને છોતેરસો હાથીઓ અને તેટલા જ ઊંટ અને બળદો વગેરે હતાં.
૪૮
રાજા કુમારપાળના સંઘમાં સોનારૂપાના ૧૮૭૪ દહેરાસરો હતાં. આભૂ સંઘપતિના સંઘમાં સાતસો જિનમંદિરો હતાં અને તેમની યાત્રામાં બાર કરોડ સોનૈયાનો ખર્ચ થયો હતો. શાહુકાર પેથડને તીર્થનું દર્શન થતા અગિયાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેના સંઘમાં બાવન જિનાલય અને સાત લાખ મનુષ્યો હતાં. મંત્રી વસ્તુપાળની સાડાબાર યાત્રા જાણીતી છે.
::
૪. સ્નાત્ર મહોત્સવ : પર્વના દિવસોએ જિનાલયમાં ભારે ઠાઠમાઠથી સ્નાત્ર મહોત્સવ કરવો જોઈએ. દરેક પર્વના દિવસે સ્નાત્ર મહોત્સવ થઈ શકે તેમ ન હોય તો વરસમાં એકવાર તો આવો મહોત્સવ અવશ્ય કરવો. એવો ઉલ્લેખ છે કે પેથડ શ્રાવકે ગિરનાર ઉપર સ્નાત્ર મહોત્સવ કરતા સમયે છપ્પન ઘડી સુવર્ણ વડે ઈન્દ્રમાળા પહેરી હતી અને શત્રુંજયની ગિરનાર સુધી સુવર્ણની ધ્વજા ચડાવી હતી. તેના પુત્ર ઝાંઝણે એ જ પ્રમાણે ધ્વજા ચડાવી હતી.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ :- દેવદ્રવ્યમાં વધારો થાય તે માટે દર વરસે માળા પહેરવી જરૂરી છે. ઈન્દ્રમાળા અથવા બીજી માળા પણ પહેરી શકાય. એક વખત ગિરનાર ઉપર દિગંબર અને શ્વેતામ્બર સંઘ વચ્ચે તીર્થ અંગે વિવાદ થયો ત્યારે વૃદ્ધ ડાહ્યા જૈનોએ રસ્તો કાઢ્યો કે જે ઈન્દ્રમાળા પહેરે તેનું આ તીર્થ. તે સમયે શાહુકાર પેથડે છપ્પન ઘડી સુવર્ણ વડે ઈન્દ્રમાળા પહેરી અને ચા૨ ઘડી યાચકોને સુવર્ણનું દાન કરી ગિરનાર તીર્થને પોતાનું કર્યું.
૬. મહાપૂજા ઃ- દરેક પર્વના દિવસે અથવા દરેક વરસે જિનાલયમાં મહાપૂજા ભણાવવી.
૭. રાત્રિજાગરણ :- તીર્થયાત્રા સમયે, ભગવાનના વિવિધ કલ્યાણકના દિવસોએ રાત્રિજાગરણ કરીને પ્રભુના ગુણગાન ગાવાં. જિનેન્દ્રભક્તિ સંગીત-નૃત્ય કાર્યક્રમ કરવા અને વીતરાગ ભક્તિમાં તલ્લિન બનવું.
૮. સિદ્ધાંતપૂજા ઃ- દ૨૨ોજ શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી. તેમ ન બની શકે તો દર મહિને કે દરેક વરસે તેવી ભક્તિ અવશ્ય કરવી.
૯. ઉજમણું :- નવપદની ઓળી અર્થાત્ શ્રી સિદ્ધચક્ર સંબંધી, એકાદશી, પંચમી વગેરે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ આરાધનભૂત તપ નિમિત્તે ઉજમણું કરવું. વરસમાં ઓછામાં ઓછું એકવાર આવું ઉજમણું કરવું જોઈએ. કહ્યું છે કે -