________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ- ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ 3
1 “ના, તમારા રંગભવનમાં નહિ, તમે પંચશૈલ દ્વીપમાં આવજો. ત્યાં અમે તમારી મનની મુરાદ પૂરી કરીશું.” એટલું કહીને હાસા અને પ્રહાસા બંને આકાશમાં ઉડી ગઈ.
તે પછી કુમારનંદીની ઊંઘ હરામ થઈ ગઈ. તેની નજરમાં માત્ર એ બે દેવીઓ જ તરવરવા લાગી. તેણે કોઈપણ ભોગે અને ખર્ચે પંચશૈલ દ્વીપ પહોંચવાનો નિર્ણય કર્યો. આ માટે તેણે રાજાને રાજી કર્યા અને નગરમાં ઢંઢેરો પીટાવ્યો – “કુમારનંદી સોનીને જે પંચશીલ દ્વીપે લઈ જશે તેને એક કોટી દ્રવ્ય આપવામાં આવશે.” - એક વૃદ્ધ ખલાસીએ આ ઢંઢેરો ઝીલી લીધો. સોની પાસેથી કોટી દ્રવ્ય લીધું અને એક વહાણ તૈયાર કરાવ્યું. કુમારનંદીને એ વહાણમાં બેસાડ્યો અને સમુદ્રયાત્રા શરૂ કરી દીધી. ઘણે દૂર ગયા બાદ ખલાસીએ કહ્યું - “જુઓ ત્યાં એક વડ દેખાય છે. એ વડ પંચૌલ દ્વીપમાં ઉગેલો છે. આપણું એ વહાણ એ વડ નીચેથી પસાર થાય ત્યારે તમે ઝડપથી એ વડની વડવાઈ પકડી લેજો. એ વડ ઉપર ભારડ પક્ષીઓ આવે છે અને ત્યાં સુઈ જાય છે. તમે એ પક્ષીના પગે બંધાઈ જજો. સવારે એ ભાખંડ પક્ષી પંચશૈલ દ્વીપ તરફ જશે. એટલે તમે પણ સાથે ત્યાં પહોંચી જશો.”
કુમારનંદીએ ખલાસીની વાત ધ્યાનથી સાંભળી. તે પ્રમાણે તેનો અમલ પણ કર્યો. પંચશૈલ દ્વિીપ પર પહોંચી તેણે હાસા-મહાસાને શોધી. એકાદ બે દિવસ સતત શોધ બાદ એ બે દેવીઓનો ભેટો થઈ ગયો.
રૂપાંગનાઓ ! તમે કહ્યું હતું ને પંચશૈલ દ્વિીપ આવજો. તો જુઓ હું અત્યારે તમારા દ્વિીપમાં અને તમારી સામે જ ઉભો છું. કહો હવે તમે મારા દેહની આગ ક્યારે ઠંડી કરો છો?”
કુમારનંદી ! તમે આવ્યા તે સારું કર્યું. પરંતુ તમે રહ્યા મનુષ્ય અને અમે તો દેવલોકની દેવીઓ છીએ. આથી આ અંગથી તમારો સંગ થાય નહિ. તમને અમારી તીવ્ર લાલસા હોય તો મરીને આ દીપના સ્વામી થાવ.” હાસા-મહાસાએ રોકડું પરખાવ્યું.
કુમારનંદી તો આ જવાબ સાંભળી ઉભો ઉભો જ થીજી ગયો. તેના પસ્તાવાનો પાર ન રહ્યો. આટલું મોટું સાહસ કરી, કોટી દ્રવ્ય ખર્ચા શું હું આ જવાબ સાંભળવા આવ્યો હતો? અરે ! હું તો ન આમનો રહ્યો કે ન તેમનો રહ્યો.
ત્યાં દેવીઓએ પોતાની વિદ્યાના બળથી કુમારનંદીને તેના મહેલ ઉપર મૂકી દીધો. આ બધું પળમાં જ બની ગયું. કુમારનંદી પાછો આવી ગયો પણ તેના મનમાં હવે સતત એક જ રટણ હતું – “મરીને પંચશૈલ હીપનો સ્વામી બનું અને એ રૂપાંગનાઓ સાથે યથેચ્છ ભોગવિલાસ માણું.”
છેવટે તેણે અગ્નિસ્નાન કરવાનો નિર્ણય કર્યો. એ માટેની તૈયારી પણ કરી. એ જાણી નાગિલ શ્રાવકમિત્રે તેને કહ્યું – “મિત્ર ! આમ આત્મહત્યા કરવી તે ઠીક નથી. તેવા મરણથી જીવની દુર્ગતિ થાય છે.”