________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
એ પછી અકબરે આગ્રહપૂર્વક ઉપાધ્યાયજી મહારાજને કંઈક માંગવા માટે વિનંતી કરી.
તે સમયે જજિયાવેરાથી રાજભંડારમાં દર વરસે ૧૪ કરોડનું દ્રવ્ય જમા થતું હતું. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું – “અકબર ! તમે રોજ સવારે ચકલાની સવાશેર જીભ ખાવો છે, આ માંસાહાર ખાવાનો બંધ કરો અને શત્રુંજયગિરિ પર યાત્રિક દીઠ એક સોનૈયાનો જે કર તમે નાંખ્યા છે તે કર માફ કરો અને છ માસ સુધી તમારા રાજયમાં અહિંસાની ઘોષણા કરો.
અકબરે આ તમામ બાબતોનો સહર્ષ સ્વીકાર કર્યો. અકબરનો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બધા રવિવાર, ૧૨ સંક્રાંતિની ૧૨ તિથિઓ, રોજાનો મહિનો, ઈદના દિવસો, મહોરમના દિવસો અને સોફિઆનના દિવસોમાં અહિંસા ધર્મનું પાલન કરવા માટે અકબરે ફરમાન બહાર પાડ્યું. આ ચારેય ફરમાનો તેણે ઉપાધ્યાયજીને અર્પણ કર્યા. મહારાજશ્રીએ તે ફરમાનો આચાર્ય શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજને ભેટ ધર્યા.
અકબરના જીવનમાંથી પ્રેરણા લઈ ભવ્ય જીવોએ પર્યુષણ પર્વના દિવસોમાં અહિંસાનું આરાધન કરવું. પશુ-પંખીઓને અભયદાન આપવું અને હિંસાજન્ય આરંભ-સમારંભનો ત્યાગ
કરવો.
૧૪૮
વાર્ષિક ૧૧ ધર્મકૃત્યો અઠ્ઠાઈ પર્વની આરાધના કરનાર શ્રાવકોએ-ભવ્ય જીવોએ કેટલાંક વાર્ષિક ધર્મકૃત્યો પણ કરવા જોઈએ. આ અંગે કહેવામાં આવ્યું છે કે :
संघा दिसुकृत्यानि, प्रतिवर्ष विवेकिना ।
यथाविधि विधेयानि, एकादशमितानि च ॥ ભાવાર્થ - વિવેકી શ્રાવકે દર વરસે સંઘપૂજા આદિ ૧૧ પ્રકારના સુકૃત્ય વિધિપૂર્વક કરવા જોઈએ.
વિસ્તરાર્થ:- ગીતાર્થ જ્ઞાની ભગવંતે કહેલ ૧૧ સુકૃત્યો આ પ્રમાણે છે – ૧. સંઘપૂજા, ૨. સાધર્મિક ભક્તિ, ૩. યાત્રા, ૪. જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, ૫. દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬. મહાપૂજા, ૭. રાત્રિજાગરણ, ૮. સિદ્ધાંતપૂજા, ૯. ઉજમણું, ૧૦. તીર્થ પ્રભાવના અને ૧૧. પ્રાયશ્ચિત્ત (શોધિ).
૧. સંઘપૂજા - એટલે સાધુ-સાધ્વીજી મહારાજોને ભાવપૂર્વક પોતાના ઘરે લઈ જઈને