________________
૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ જાઉં છું પરંતુ તમને ધર્મની બનાવટ વિના તમારા જ રાજયમાંથી તમને ધોળા દિવસે રાડો પાડતાં લઈ જઉં તો જ હું અભયકુમાર ખરો.” આવી દઢ પ્રતિજ્ઞા લઈ અભયકુમાર રાજગૃહી આવ્યો.
થોડો સમય બાદ વણિકનો સ્વાંગ સજી અભયકુમાર વેશ્યાની બે પુત્રીઓ સાથે ઉજ્જયિનીમાં આવ્યો અને ચંડપ્રદ્યોતના મહેલની સામે જ એક દુકાન ભાડે રાખી. આ દુકાનમાં વેશ્યાની બે પુત્રીઓ પણ સતત બેસતી.
ચંડપ્રદ્યોત પોતાના મહેલના ઝરૂખે અવારનવાર ઉભો રહેતો અને ચારે બાજુનું નિરીક્ષણ કરતો. તેની નજર સામેની દુકાન પર બેસતી બે યુવતીઓ તરફ ચીટકી રહેવા લાગી. એ યુવતીઓનું છલકાતું યૌવન અને લાવણ્ય ચંડપ્રદ્યોતનને વિહ્વળ કરી ગયું. તેણે એ યૌવનનો ઉપભોગ કરવાનો નિર્ણય કર્યો. અંગત માણસ મોકલી એ યુવતીઓને પોતાની ઈચ્છા જણાવી.
અભયકુમારને આ પરિણામની ખબર જ હતી. આથી તેણે બંને યુવતીઓને તે માટે અગાઉથી તૈયાર કરી રાખી હતી. શીખવ્યા મુજબ બંનેએ રાજાને કહેવડાવ્યું. “અમારો નાનો ભાઈ ગાંડો થઈ ગયો છે. તેને કંઈ ભૂત વળગેલું છે. આથી તેનું ભૂત ઉતારવા માટે અમારો મોટો ભાઈ બપોરના સમયે બહાર જાય છે. ત્યારે અમારા ઘરમાં કોઈ નથી હોતું. તો એ સમયે કોઈને ખબર ન પડે તે રીતે તમારા રાજાને અમારે ત્યાં આવવાનું કહેજો. અમે તેમની મનની મુરાદ જરૂર પૂરી કરીશું.”
જવાબ સાંભળી ચંડપ્રદ્યોતના આનંદની સીમા ન રહી અને બીજા દિવસે બપોર શરૂ થવાના સમયે વણિકના સ્વાંગમાં રહેલા અભયકુમારને ત્યાં ગયો.
આ બાજુ અભયકુમારે એક નવું જ નાટક ચાલુ રાખ્યું હતું. તેણે એક માણસને રોક્યો હતો. એ માણસને ભૂતનો વળગાડ વળગ્યો હોય તેવો પાઠ ભજવવાનું શીખવી રાખ્યું હતું. રોજ બપોરના તેણે લઈ તે બજારમાં જતો. આ સમયે પેલો માણસ મોટેથી બૂમ મારતો “અરે કોઈ મને બચાવો, બચાવો. હું રાજા ચંડપ્રદ્યોત છું. આ માણસ મને બાંધીને લઈ જાય છે. હું પ્રદ્યોત છું. રાજા ચંડપ્રદ્યોત છું.”
અભયકુમાર નગરજનોને કહેતો “એને સાવ પાગલ. પોતાને રાજા ચંડપ્રદ્યોત કહે છે. હું તો તેના ગાંડપણથી તંગ આવી ગયો છું.”
આ બાજુ નક્કી થયા મુજબ રાજા ચંડપ્રદ્યોત યુવતીઓ પાસે આવ્યો. બપોરનો સમય હતો. આસપાસ સોપો પડી ગયો હતો. દુકાનના પાછળના ભાગમાં વેશ્યાની બે પુત્રીઓ અને રાજા ચંડપ્રદ્યોત એકલા જ હતાં. ચંડપ્રદ્યોત પોતાની વાસના પૂરી કરવા પલંગ ઉપર બેઠો અને સંકેત થતાં જ અભયકુમાર અને તેના માણસો ચંડપ્રદ્યોત પર તૂટી પડ્યાં. પલંગ સાથે જ તેને દઢ રીતે બાંધી દીધો અને અભયકુમાર ચંડપ્રદ્યોતને એ હાલતમાં લઈને ભર બજારે, બળતી બપોરે રાજગૃહી તરફ જવા નીકળી પડ્યો.