________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૩૩
ચંડપ્રદ્યોતે અભયકુમારને કારાવાસમાં પૂરી દીધો. આ મહત્ત્વનું કામ પતી ગયા બાદ ચંડપ્રદ્યોતે વેશ્યાને આ કેવી રીતે શક્ય બન્યું તેની વિગતો પૂછી. વિગતો જાણી ચંડપ્રદ્યોતનો તમામ આનંદ ઓસરી ગયો. ખિન્ન સ્વરે તેણે કહ્યું - હે ગણિકે ! ધર્મની બનાવટ કરી તું અભયકુમા૨ને પકડી લાવી તે જરાય સારું નથી થયું. સાધ્ય તે જરૂર સિદ્ધ કર્યું છે, પરંતુ તે માટે તેં જે અધાર્મિક સાધનોનો આશરો લીધો તે ઠીક નથી કર્યું.”
આવા પાપભીરૂ રાજાને અગ્નિભીરૂ રથ, શિવાદેવી નામે પદ્મિની પત્ની, અનિલ વેગ નામે હાથી અને લોહજંગ નામે દૂત એમ ચાર અણમોલ રત્નો હતા. આમાં લોહબંધ દૂત રાજનીતિમાં ખૂબ જ દક્ષ અને પ્રવીણ હતો. તે રોજના પચ્ચીસ યોજન ફરી શકતો હતો. સતત ફરીને તે અનેક રાજાઓની ગુપ્ત વાતોને જાણી લાવતો. લોહજંઘની આ કાર્યદક્ષતાથી આસપાસના રાજાઓ ફફડી ઊઠ્યાં. તેમણે લોહબંધનો કાંટો દૂર કરવા ષડયંત્ર ગોઠવ્યું અને એક દિવસ તેને ભોજન માટે વિષમિશ્રિત ભાતું આપ્યું.
લોહજંઘ આ ભાતું લઈને ઉજ્જયિની તરફ પાછો ફર્યો. રસ્તામાં કોઈ એક સ્થળે તે ભોજન લેવા માટે બેઠો. પરંતુ તે સમયે એટલા બધા અપશુકન થયા કે શુકન-અપશુકનમાં દૃઢ શ્રદ્ધા રાખનાર લોહજંધે ભોજન લેવાનું માંડી વાળ્યું અને ભૂખ્યા પેટે જ તે ચંડપ્રદ્યોત સમક્ષ હાજર થયો. રસ્તામાં શું શું બન્યું તેની બધી માહિતી આપી. ભોજન સમયે નડેલ અપશુકનોની પણ વાત કરી.
રાજાએ અભયકુમારને આ અપશુકનો અંગે પૂછ્યું. વિષજ્ઞાતા અભયકુમારે તેનું રહસ્ય પ્રકટ કરતા કહ્યું – “ઝેર ભેળવેલું અન્ન જોઈને ચકોર પક્ષીના નેત્ર વિરામ પામે છે. કોકિલ ઉન્મત્ત બને છે અને ઉન્માદમાં મરી જાય છે. ક્રૌંચપક્ષી તુરત જ મરણ પામે છે. નોળિયાના રોમાંચ ખડા થઈ જાય છે. મયૂર નાચી ઉઠે છે, કારણ નોળિયા અને મયૂરની નજર ઝેર ઉપર પડવાથી એ ઝેરની અસર તુરત જ મંદ પડી જાય છે. આ ઉપરાંત ખોરાકી ઝેર જોઈને બિલાડીને ઉદ્વેગ થાય, વાનર વિષ્ટા કરવા માંડે, હંસની ગતિ સ્ખલિત થઈ જાય, કુકડો રડવા લાગે, ભમરો ઝેરી અન્ન સૂંઘીને જો૨થી ગુંજારવ કરે અને મેના તથા પોપટ આક્રોશ કરવા લાગે છે.”
અભયકુમાર પાસેથી ખોરાકી ઝેરની આ સવિસ્તર માહિતી જાણી ચંડપ્રદ્યોતે એ ભાતું પલ્લવિત વનમાં મૂકાવ્યું તો તેમાંથી દૃષ્ટિવિષ સાપ નીકળી આવ્યો અને તેની ઝેરી નજરથી આખું ય વન સૂકાઈ ગયું.
ચંડપ્રઘોતનને અભયકુમારની વિચક્ષણ બુદ્ધિનો આવો એકથી વધુવાર પરિચય થયો હતો. ચંડપ્રદ્યોતે અભયકુમારને તે દરેક પ્રસંગે વર માગવા કહ્યું. અભયકુમારે તે બધા જ વરદાન સાથે માંગવા જણાવ્યું. રાજાએ કહ્યું ભલે અને અભયકુમારને તેણે મુક્તિ આપી.
અભયકુમારે મુક્ત થતાં અને રાજગૃહી તરફ જતા ચંડપ્રદ્યોતનને કહ્યું – “આજે તો હું