________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૫
આ ઉપકરણોના દાનથી પણ મહાન પુણ્યનો લાભ થાય છે. ૫રમાર્હત્ રાજા કુમારપાળ અઢારસો સાધર્મિકોને ધર્મના ઉપકરણો આપતા હતાં. એક વખત એક વર્ણવાળા પાંચસો ઘોડાને જોઈ એક ચારણે પૂછ્યું - ‘આ કોના ઘોડા છે ?’ પેલાએ જવાબ આપ્યો - ‘શ્રી કુમારપાળ રાજાની પૌષધશાળામાં મુખસિકા વગેરે ઉપકરણોની જે પ્રભાવના કરે છે અને જેઓ સાધર્મિકોની સારસંભાળ રાખે છે તેના આ ઘોડા છે અને તેના નિર્વાહ માટે રાજાએ બાર ગામ આપ્યા છે. તેની ઉપજમાંથી જે દ્રવ્ય આવે તે દ્રવ્ય ધર્મના ઉપકરણોની વૃદ્ધિ અને સાર્મિઓની સારસંભાળ માટે વાપરવા ઠરાવેલું છે.
આ સાંભળી એ ચારણે સ્તુતિ કરી કે “તે પાર્શ્વનાથ બહુ રૂડા છે કે જેના શાસનમાં કુમારપાળ રાજા જેવો રાજા થયો છે. જેને જોવાથી મુનિઓ સદા હર્ષ પામે છે. ચારણની ધર્મપ્રશંસા સાંભળી કુમારપાળે તેને એક લક્ષ દ્રવ્ય ભેટ આપ્યું.” એ પ્રમાણે સમતારૂપ અમૃતના સ્વાદમાં તત્પર એવા કુમારપાળ રાજાએ ધર્મના ઉપકરણોની વૃદ્ધિ માટે ઘણા ગામો અને ઘોડા આપ્યા હતાં.”
૧૪૪
સામાયિક વ્રતનું ફળ
સામાયિક કરનારને સામાયિકનું શું ફળ મળે છે ? તે આ વ્યાખ્યાનમાં કહેવામાં આવે છે :देशसामायिकं श्राद्धो, वितन्वन् घटिकाद्वयम् ।
द्रव्यादीनां व्ययाभावा - दहो पुण्यं महद् भवेत् ॥
ભાવાર્થ :- બે ઘડીનું દેશ સામાયિક કરનાર શ્રાવકને એક પૈસાનોય ખર્ચ કર્યા વિના અહો ! કેવું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે !”
વિસ્તરાર્થ :- બે ઘડીનું દેશ સામાયિક કરનાર શ્રાવકને ઘણું મોટું પુણ્ય મળે છે. શ્રાવકે આ સામાયિક ચરવળો મુખવસ્તિકા વગેરે ઉપકરણોથી કરવું અને ઈરિયાવહી પડિક્કમવી, આ વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે ‘ઈરિયાવહી કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય અને ધ્યાનાદિક કરવું કલ્પે નહિ.” શ્રી હરિભદ્રસૂરિ રચિત શ્રી દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ઈર્ષાપથિકી (ઈરિયાવહી) પડિકમ્યા સિવાય બીજું કંઈ કરવું નહિ. કારણ કે તે પ્રમાણે કરેલા કાર્યમાં અશુદ્ધિનો ભય છે. આથી પ્રથમ ઇરિયાવહી કરીને પછી સામાયિક કરવું.
પંચાશકવૃત્તિમાં, નવપદ પ્રકરણમાં, આવશ્યકનિયુક્તિના બીજા ખંડના પાછળના ભાગમાં અને દિનકૃત્ય સૂત્રમાં પ્રથમ ‘કરેમિ ભંતે’ ઈત્યાદિ સૂત્ર ભણીને પછી ઈર્યાપથિકી પડિક્કમવી એમ કહ્યું છે, તે જોઈને શ્રી આર્હત્ ધર્મમાં સંદેહ કરવો નહિ. કારણ શ્રી ગણધર ભગવંતોની સામાચારીઓ