________________
૨૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ જયારે સામાયિક લે છે ત્યારે તે ભદંત (ભંતે) એ શબ્દ બોલે છે કે નહિ? જો બોલે છે તો સાધુની જેમ સાક્ષાત્ ગુરુના અભાવે તે પણ સ્થાપનાનું સ્થાપન કરે છે. કારણ ન્યાય તો બંને ઠેકાણે સમાન રહેલો છે અને ભંતે એ પદ ભણવું નહિ એ પક્ષ તો દીક્ષા વખતે શ્રી જિનેશ્વર ભગવંતને જ ઘટે છે. બીજું જ્યારે સર્વ જ્ઞાન-ક્રિયામાં પ્રવીણ એવા સાધુ સ્થાપના સ્થાપે તો પછી ગૃહકાર્યમાં વ્યગ્ર મનવાળો શ્રાવક તો એમાં વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરવાનો જ. આ પ્રમાણે આગમ પ્રમાણ બતાવીને હવે યુક્તિ બતાવવામાં આવે છે.
સ્થાપનાચાર્ય વિના અનુષ્ઠાન કરીએ તો તે સંબંધમાં વંદનનિર્યુક્તિમાં કહ્યું છે કે બાયપામો, વયિ હો ૩ો ગુરુ . “સાડા ત્રણ હાથ પ્રમાણ ચારે દિશાએ ગુરુનો અવગ્રહ હોય.” તે અવગ્રહ ક્ષેત્રમાં ગુરુની આજ્ઞા વિના પ્રવેશવું નહિ એમ પણ કહેલું છે તો એ વાક્ય શી રીતે ઘટશે? ગામને અભાવે સીમની વ્યવસ્થા ન હોય તેમ ગુરુને અભાવે અવગ્રહ ઘટતો નથી.
શ્રી સમવાયાંગ સૂત્રમાં વાંદણાનાં પચ્ચીસ આવશ્યક કહ્યા છે. તેમાં “ગુણવેલું , નિવમળ” ઈત્યાદિ કહ્યું છે તે પણ ગુરુ વિના કેવી રીતે કરવું? કોઈ એમ કહે કે “અમે હૃદયમાં ગુરુની સ્થાપના કરીશું” એ અંગે ગુરુ કહે છે કે “તમારું આમ કહેવું એ ગધેડાના શીંગડાના રૂપની પ્રશંસા કરવા જેવું છે. (મિથ્યા છે, કારણ કે ગુરુ હૃદયમાં રહ્યા હોય તો વંદના કરતાંની સાથે જ ગુરુનો સંચાર થાય છે. એટલે બે પ્રવેશ ને એક નિષ્ક્રમણમાં ગુરુ સાથે જ સંચર્યા. તેથી કોઈપણ પ્રકારે ગુરુના મુખ આગળ નિર્ગમ અને પ્રવેશ કરવાનું ઘટમાન થતું નથી અને તે ન થતાં પચ્ચીસ આવશ્યક પૂરા થતાં નથી. આથી જ સ્થાપનાગુરુને સ્થાપીને ક્રિયા કરવી તેમ સિદ્ધ થાય છે.”
બીજુ ઉપકરણ મુહપત્તિ-મુખવસિકા રાખીને સામાયિક કરવું. શ્રી વ્યવહારસૂત્રમાં આ અંગે કહ્યું કે “હે ગૌતમ ! જે મુહપત્તિ પડિલેહ્યા વિના વાંદણા આપે તેને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે.” શ્રી વ્યવહારચૂર્ણમાં કહ્યું છે કે “પ્રાવરણ (ઓઢવાનું વસ્ત્ર) આભૂષણ વગેરે ઉતારીને, મુહપત્તિ લઈને, વસ્ત્ર તથા કાયાનું પ્રમાર્જન કરીને પૌષધાદિક આચરવા.” શ્રી આવશ્યકચૂર્ણમાં કહ્યું છે કે “જે સામાયિક કરે તે મુગટ ઉતારે, અને કુંડલ, મુદ્રિકા, પુષ્પ, તાંબૂલ અને પ્રાવરણ વગેરે વોસિરાવે.”
શ્રી નિશીથસૂત્રની ચૂર્ણોના ૧૪મા ઉદેશામાં પ્રાવરણનો અર્થ “ઉત્તરીય વસ્ત્ર” કર્યો છે. અહીં ઉત્તરીય વસ્ત્ર મૂકવાથી શ્રાવકે મુખવસ્ત્રિકા ગ્રહણ કરવી એમ અર્થપત્તિ વડે સૂચવાયું છે. શ્રી ઉપાસગ દશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે એક વખત કુંડકોલિક શ્રમણોપાસક લગભગ બપોરના સમયે અશોકવનમાં જ્યાં પૃથ્વીશિલાપટ્ટ છે, ત્યાં આવ્યો. અહીં તેણે નામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્ર શીલાપટ્ટ પર મૂક્યું અને પછી શ્રમણ ભગવંત શ્રી વીર પરમાત્માની સમીપે ધર્મતત્ત્વને આદરવા લાગ્યો” તે જ ઠેકાણે દેવની પરીક્ષા પછી કહ્યું છે કે “તે કાળે તે સમયે પ્રભુ સમોસર્યા. આ વાત શ્રમણોપાસક કુંડકોલિકે સાંભળી અને તુરત જ તે કામદેવ શ્રાવકની જેમ