________________
૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ અને અનિમેષ નજરે તેને જોઈ રહ્યો. આ જોઈ જ્ઞાનીભગવંતે કહ્યું - “રાજન્ ! તને એમ પ્રશ્ન થાય છે ને કે – એક ચોરને કેવળજ્ઞાન કેવી રીતે થયું? તો રાજનું ! એનું સમાધાન કરતા તમને કહેવાનું કે આ કેવળજ્ઞાનની ઉપલબ્ધિ સામાયિકને આભારી છે. સામાયિકના ફળ સ્વરૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. કહ્યું છે કે -
કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરવા છતાં જેટલા કર્મનો નાશ થાય નહિ તેટલા કર્મનો નાશ સમતાભાવે સામાયિક કરનાર માત્ર અર્ધી ક્ષણમાં કરી શકે છે.” કેવળી કેશરી મુનિનો આવો ઉપદેશ સાંભળી રાજાએ પ્રતિદિન સાત આઠ સામાયિક કરવાનો અભિગ્રહ કર્યો. અનુક્રમે કેશરી મુનિ મુક્તિને પામ્યાં.
આમ કેશરી ચોરની પ્રેરક કથા જાણી સમજીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ આપનાર સામાયિકનું વિધિપૂર્વક શુભ અને શુદ્ધ ભાવથી આરાધના કરવા દરેકે દઢ પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ.
O
૧૪૫
દશમું દેશાવકાશિક વતા દશમા દેશાવકાશિક વ્રતની આ વ્યાખ્યાનમાં સમજ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં આ વ્રત અંગે કહ્યું છે કે -
दिग्व्रते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः ।
दिने रात्रौ च देशाव-काशिकव्रतमुच्यते ॥ ભાવાર્થ:- છઠ્ઠા દિગ્વિરમણ વ્રતમાં દિશાઓનું પરિમાણ નક્કી કર્યું હોય તે પરિમાણનો દિવસે અથવા રાત્રે સંક્ષેપ કરવો તેને દેશાવકાશિક દસમું વ્રત કહેવાય છે.
વિસ્તરાર્થ:- પ્રથમ દિવ્રતમાં આજીવન કે અમુક વરસો સુધી દિશાઓમાં જવા આવવાની મર્યાદા બાંધેલી હોય છે. દા.ત. આજીવન હું વિદેશનો પ્રવાહ નહિ ખેડું. દસેક વરસ સુધી અઢી હજાર માઈલ સુધી જરૂર પડે જઈશ. આમ પ્રવાસના અંતરની મર્યાદા પહેલા ગુણવ્રતમાં બાંધેલી હોય છે. આ દશમા દેશાવકાશિક વ્રતમાં અગાઉની બાંધેલી મર્યાદા દિવસ અને રાત માટે ઘટાડવાની હોય છે. દશે દિશાઓમાં જવાના નિયત પરિમાણનો દિવસે અથવા રાત્રે ઉપલક્ષણથી પહોર વગેરે માટે સંક્ષેપ કરવો તે દેશ અને તેમાં અવકાશ-અવસ્થાન તે દેશાવકાશિક વ્રત કહેવાય.
દિવ્રત-દિશામર્યાદા બાંધી હોય તેમાંથી અમુક કલાક માટે અમુક અંતર સુધી તે મર્યાદાનો આ દશમા વ્રતમાં ઘટાડો કરી આરંભ-સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. વિદ્યાના બળથી દષ્ટિવિષ સર્પના બાર યોજન સુધીના વિસ્તારને ઓછો કરીને એક યોજન સુધી લાવી શકાય છે