________________
૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પ્રભુની વંદના કરવા માટે નીકળી પડ્યો અને યાવતુ પપાસના (આત્મસાધના) કરવા લાગ્યો. કામદેવ શ્રાવક પણ પૌષધ લઈને જ પ્રભુને વાંદવા માટે નીકળ્યો છે. આ અંગે આ જ સૂત્રમાં કહ્યું છે કે “શ્રી વિરપ્રભુને વંદના કરીને પછી જ મારે પૌષધ પારવો યોગ્ય છે. આ નિર્ણય જ મારા માટે કલ્યાણકારી-શ્રેય છે એમ ધારે છે વગેરે.” અહીં કુંડકોલિક શ્રાવકે પણ ઉત્તરીય વસ્ત્ર મૂકીને મુખવસ્ત્રાદિક વડે ધર્મક્રિયા કરી છે તેમ સમજવું. જો એમ ન માનીએ તો તેને કામદેવની ઉપમા આપવાથી તે પ્રમાણે પોસહ પારવાનો અભિપ્રાય ન ઘટે ઈત્યાદિ.
અહીં વળી કોઈ વાદી કહેશે કે કૃષ્ણ વાસુદેવે કરેલી વંદનાનો સંબંધ જ્યાં કહેલો છે ત્યાં મુખવસ્ત્રિકાથી વંદન કહ્યું નથી. તેમ વસ્ત્રના છેડાથી પણ કહ્યું નથી. તેનો ઉત્તર શ્રી અનુયોગકારસૂત્રમાં છે. તેમાં કહ્યું છે કે “તે લોકોત્તર ભાવ આવશ્યક કહેવાય કે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તેને વિષે ચિત્ત, મન, વેશ્યા અને અધ્યવસાય રાખે, તેના અર્થમાં ઉપયુક્ત થાય, તેને વિષે અર્પિતકરણ કરે અને બીજે સ્થળે જતાં મનને રોકે, તેવી રીતે બંને કાળ આવશ્યક કરે.” અહીં તqમળે એ પદની ચૂર્ણમાં ચૂર્ણકાર લખે છે કે “તદર્પિતકરણ એટલે રજોહરણમુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો જેણે આવશ્યકમાં યથાયોગ્ય વ્યાપારના નિયોગમાં અર્પણ કર્યા છે તે અર્થાત્ દ્રવ્યથી સ્વસ્થાને ઉપકરણોને સ્થાપિત કરનાર.” શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાની અનુયોગદ્વારની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે. મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. એટલે ચૂર્ણિમાં અને બંને વૃત્તિમાં “તદર્પિતકરણ એ વિશેષણનું વ્યાખ્યાન સાધુ અને ગૃહસ્થ બંનેના સંબંધમાં સરખી રીતે જ લાગુ પડે તેમ કહ્યું છે.
કોઈપણ ઠેકાણે માત્ર શ્રાવકને જ લક્ષીને સમસ્ત આવશ્યક ક્રિયાનો પાઠ જોવામાં આવતો નથી. શ્રી આવશ્યક ચૂર્ણમાં સામાયિકના અધિકારે લખે છે કે “સાધુની પાસેથી રજોહરણ તથા કટાસણું માગે અથવા ઘેર ઉપધિ-રજોહરણ ન હોય તો તેના અભાવે વસના ટુકડા વડે ક્રિયા કરે.” વિંદનકભાષ્યમાં પણ કહ્યું છે કે “એવી રીતે સુશ્રાવક પણ દ્વાદશાવર્ત વંદન કરીને મુખવત્રિકા મધ્યભાગે રાખીને સ્થાપિત પૂજય ગુરુના ચરણયુગલની વંદના કરે.” આ પ્રમાણે અનેક સૂત્રોમાં શ્રાવકને રજોહરણ, મુખવત્રિકા વગેરે રાખવાનું કહ્યું છે. આ અંગે વિશેષ જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓએ કુલમંડનસૂરિ વિરચિત વિચારામૃત સંગ્રહ ગ્રંથ વાંચવો.
શ્રાવકે સામાયિકમાં નવકારવાળી પણ રાખવાની હોય છે. પ્રતિક્રમણમાં છ પ્રકારના આવશ્યક કર્યા પછી અથવા સામાયિકમાં જાપ કરવા માટે નવકારવાળી રાખવી જરૂરી છે.
દંડ શબ્દ વડે પદભૂમિનું પ્રમાર્જન કરવા માટે રજોહરણ-દંડાસણ લેવું એમ સમજવું અથવા બહુશ્રુત જે અર્થ કરે તે અર્થ સમજવો.
સામાયિકમાં કટાસણું રાખવાનું હોય છે. આ કટાસણું કાંબળનું કે સૂકલાતનું રાખવું. ધર્મના આ ઉપકરણો સાથે ઉત્તમ આસ્તિક શ્રાવકોએ સામાયિક કરવું.