________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૯
સૂર્યોદય થયો ત્યારે પવનના એક ઝપાટાથી દીવો બુઝાઈ ગયો. રાજાનો અભિગ્રહ પૂરો થયો. પણ અખંડ રાત એક સ્થાને સ્થિર ઉભા રહેવાથી રાજાના અંગો જકડાઈ ગયા હતાં. પગ લગભગ જડ થઈ ગયા હતાં. કાયોત્સર્ગ જેવો પાર્યો કે રાજા સમતુલા ખોઈ બેઠો. તે જમીન ૫૨ પડી ગયો અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. શુભ ધ્યાન ધરતાં રાજાએ પ્રાણ છોડ્યા હોવાથી તે શુભ ગતિને પામ્યો.
ચંદ્રાવતંસ રાજાની આ કથામાંથી ભવ્ય જીવોએ પ્રેરણા લેવી જોઈએ કે બે ઘડીનું સામાયિક કરવાથી તેમજ તેથી વિશેષ પ્રકારે અને વિશેષ સમય સુધી તેનું આરાધન કરવાથી કર્મોનો નાશ થાય છે.
O•
૧૪૨
સામાયિકના ૩૨ દોષ
–
અનેકવિધ શુભ ફળ આપનાર અને કર્મોનો નાશ કરનાર આ સામાયિક વિશુદ્ધ રીતે કરવું જોઈએ. દોષરહિત કરવું જોઈએ. આ અંગે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે - द्वात्रिंशद्दोषनिमुक्तं सामायिकमुपासकैः । विधिपूर्वमनुष्ठेयं तेनैव फलमश्नुते ॥
--
ભાવાર્થ ઃ- શ્રાવકોએ (ઉપાસકોએ) બત્રીસ દોષ રહિત વિધિપૂર્વક સામાયિક કરવું જોઈએ. કારણ કે તેવું સામાયિક કરવાથી જ તેનું ફળ મળે છે.
વિસ્તરાર્થ ઃ- બત્રીસ દોષથી દૂર રહીને સામાયિક કરવું જોઈએ. આ બત્રીસ દોષોમાં બાર કાયાના, દશ વચનના અને દશ મનના દોષ છે.
કાયાના બાર દોષ આ પ્રમાણે છે - ૧. વસ્ત્ર કે હાથ વગેરેથી પગ બાંધીને બેસવું (ઉભડક બેસવું, પગની આંટી મારીને બેસવું, ઊંધા ટાંટીયા રાખીને બેસવું વગેરે), ૨. આસનને આમતેમ હલાવવું, ૩. શરીરના એક કે વધુ અંગથી પાપયુક્ત કાર્ય કરવું, ૪. કાગડાના ડોળાની જેમ આમતેમ કે ચારે બાજુ નજર ફરતી રાખવી, ૫. પૂંજ્યા વિના થાંભલા કે ભીંતને ટેકે બેસવું, ૬. અંગોપાંગ સંકોચવા કે લાંબા કરવા, ૭. આળસ મરડવી, ૮. હાથ-પગ વગેરેના ટચાકા ફોડવાં, ૯. શરીરને ખંજવાળવું, ૧૦. મેલ ઉતારવા કે નખ કાપવા, ૧૧. શરીરને ચંપાવવાની ઈચ્છા કરવી, ૧૨. ઊંઘવું.
વચન સંબંધી દશ દોષ આ પ્રમાણે છે - ૧. સામાયિકમાં અપશબ્દો બોલવાં, ૨. ઉતાવળે ન બોલવાનું બોલી જવું, ૩. પાપકાર્યની સૂચના કરવી કે આદેશ આપવો, ૪. મનફાવે તેમ