Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમિ દંસણમ્પિ સૂત્ર ૦ ૩૫
નિર્વિચિકિત્સ” બનવું એ હિતાવહ છે. આ રીતે ધર્મના ફળ સંબંધમાં સ્થિર બુદ્ધિવાળા થવું એ “દર્શનાચારનો ત્રીજો ભેદ છે.
અમૂરિ-મૂઢ દૃષ્ટિવાળા ન થવું તે.
સરળ થવું તે બરાબર છે, પણ મૂઢ થવું તે બરાબર નથી. મૂઢતા એ બુદ્ધિના વિકાસની ખામી સૂચવે છે. એક માણસનો બાહ્યાડંબર, વાચાતુરી કે અટપટી રમતને સમજી લેવા જેટલી બુદ્ધિ કેળવાઈ ન હોય તો સંભવ છે કે સાચો રસ્તો હાથમાં આવ્યો હોય તો તે છૂટી જાય. તે માટે ત્રણ ધુતારાઓએ બ્રાહ્મણની પાસેથી બકરીનું બચ્ચે કેવી રીતે પડાવી લીધું હતું, તે ઉદાહરણ પ્રસિદ્ધ છે. કેટલાક માણસો જુદી જુદી જાતના ચમત્કારો બતાવી લોકોને વિશ્વાસ પમાડે છે ને પછી તેમની મૂઢતાનો લાભ લે છે. કેટલાક ધર્મ, સેવા, કર્તવ્ય વગેરેનાં નામે એક જાતનું અસરકારક વાતાવરણ ઊભું કરે છે, પછી તેના નામે લોકોને આડે રસ્તે ચડાવી પોતાનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાધે છે. ત્યારે કેટલાક પોતે ખોટા રસ્તે હોઈને તેને જ સાચો રસ્તો માની બીજાને પણ તે રસ્તે ચડાવવા માટે બુદ્ધિને છળ પમાડનારું વાતાવરણ ઊભું કરે છે. એટલે શ્રીજિનેશ્વરદેવે બતાવેલા સત્યના માર્ગ પર સ્થિર રહેવું હોય તો એવી મૂઢતાથી રહિત થવું ને પોતાનું સાચું હિત શેમાં છે તે બરાબર લક્ષ્યમાં રાખવું. આ રીતે મૂઢતાથી રહિત થવું, એ “દર્શનાચાર'નો ચોથો ભેદ
૩વવૃદલ્સમાનધર્મીના ગુણની પુષ્ટિ-પ્રશંસા.
જે વ્યક્તિઓ શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલા સત્યમાર્ગ તરફ શ્રદ્ધા ધરાવતી હોય, અને તે દિશામાં યથાશક્તિ પ્રયત્ન કરી રહી હોય, તેના ગુણોની પ્રશંસા કરવી અને તે ગુણોમાં વૃદ્ધિ થાય તેવું આચરણ રાખવું, તે “ઉપબૃહણા' નામનો દર્શનનો પાંચમો આચાર છે.
fથરીક્ષT-ધર્મમાં સ્થિર કરવું તે.
કોઈ સાધક શ્રીજિનેશ્વરદેવે બતાવેલા સત્ય માર્ગથી વિચલિત થયો હોય ને તે માર્ગ છોડી જવાની તૈયારી કરતો હોય, તો તેને મૂળ માર્ગમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો, તેને સમજાવવા માટે પ્રેમ, વિનય અને શાણપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org