Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
ગુગુપ્સા એટલે નિંદા, અણગમો કે એક પ્રકારનો તિરસ્કાર. સM-[1] સારી રીતે. તિવિન પવિતો, વંમિ ગિળે વડથ્વી-પૂર્વવત્. ગાથા ૪૩ મુજબ. (૫૦-૪) વિમર્દ.......વડત્રી
આ ગાળામાં પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કર્યો છે, તથા અંતિમ મંગલ-દ્વારા વિષયની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે-આ રીતે મેં અતિચારોની આલોચના કરી છે, નિંદા કરી છે, ગર્તા કરી છે અને સમ્યક્ પ્રકારે જુગુપ્સા પણ કરી છે; છતાં ફરી એક વાર મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરતો એટલે કે વિભાવ-દશામાંથી સ્વભાવ દશામાં આવતો હું પરમોપકારી ચોવીસે જિનને વંદન કરું છું. અહીં આલોચનાનો પ્રતિક્રમણના સામાન્ય અર્થમાં પ્રયોગ કરીને તેનાં મુખ્ય અંગો “નિંદા, ગહ અને જુગુપ્સા”નો નિર્દેશ કરેલો છે. આત્મ-સાક્ષીએ અતિચારોને-દોષોને વખોડવા તે નિંદા,” ગુરુ-સાક્ષીએ વખોડવા તે “ગહ' અને તેને માટે હૃદયમાં તીવ્ર અણગમો પેદા થવો તે “જુગુપ્સા” આ ક્રિયાઓ સમ્ય-પ્રકારે એટલે ભાવ-પૂર્વક યથાર્થ વિધિથી મેં કરી છે, છતાં ઉપસંહારરૂપે ફરીને પણ મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરીને અંતિમ-મંગલ તરીકે ચોવીસે જિનને વંદના કરું છું.
“આદિ-મંગલ' વિપ્નના નિવારણાર્થે છે, “મધ્ય-મંગલ' ગ્રહણ કરેલા કાર્યની નિર્વિઘ્ન પ્રવૃત્તિ માટે છે અને અંતિમ મંગલ' શિષ્ય-પ્રશિષ્યાદિપરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થવા માટે છે.*
(૫૦-૫) આ રીતે મેં સમ્યફ પ્રકારે (સમ્યફ મૂળ બાર વ્રતોમાં લાગેલા) અતિચારોની આલોચના કરી છે. (એમ જણાવીને “મેં ખરાબ કર્યું’ એ પ્રમાણે આત્મ સાક્ષીએ) નિંદા કરી છે. (અને તે જ સ્કૂલનાઓ
* જુઓ વિ.ભા.ગા. ૧૩-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org