Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૩૭૭ (૭) મવતિ !-હે ભગવતી !
મા એટલે ઐશ્વર્યાદિ છ ગુણો, તેનાથી યુક્ત તે ભગવતી, તેનું સંબોધન બાવતિ ! સામાન્ય રીતે મહાદેવીઓની સ્તુતિ આ વિશેષણ વડે કરવામાં આવે છે.
વિન !-હે વિજયા ! હે દેવી! તું વિજયા છે, કારણ કે અસહિષ્ણુઓનો પરાભવ કરે છે.
"विजयः परेषाम् असहमानानाम् अभिभवः सोऽस्त्यस्या इति विजया તસ્યા: સંવોધન વિજયે !' (સિ.)-“અન્ય અસહિષ્ણુઓનો પરાભવ, તે વિજય”. તે જેને પ્રાપ્ત થયો છે તે વિજયા, તેનું સંબોધન વિનયે '
સુજશે !-હે સુજયા ! હે દેવી ! તું સુજયા છે, કારણ કે તું સુંદર રીતે જય પામે છે.
“સુકું-શોમનો યોગક્ષ્યસ્યા સુનયા, તા: મામસ્ત્ર' (ધ. પ્ર.),“સુંદર છે જય તેનો તે સુજયા, તેનું સંબોધન-સુનયે.”
કરે !-હે અજિતા ! હે દેવી ! તું અજિતા છે, કારણ કે કોઈથી જિતાતી નથી.
નિતા નિતા, તો આમત્રણે (ધ.પ્ર.),-“ન જિતાયેલી તે અજિતા. તેનું સંબોધન-નતિ '
માનિત !-હે અપરાજિતા ! હે દેવી ! તું અપરાજિતા છે, કારણ કે કોઈથી પરાજિત થતી નથી.
'न पराजिता-भग्ना कस्यापि पुरत इत्यपराजिता, तस्या आमन्त्रणम्' (ધ.પ્ર.) કોઈની આગળ પરાજય નહિ પામેલી-હારી નહિ ગયેલી તે અપરા
* મંત્રવિશારદો તેનો અર્થ સૂક્ષ્મ, અવ્યક્તા અને નિરાકારા દેવી એવો પણ કરે છે
અને તેનું સ્થૂલ સ્વરૂપ મંત્રાત્મક, ત્રિગુણાત્મક અને કાર્યાત્મક માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org