Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦૪૮૧ મતથી જે ગુરુ સંસારી એટલે ગૃહસ્થાશ્રમી હોય તથા વિષય અને કષાયના કાદવમાં ખૂંચેલો હોય, તે અન્યનું ભલું કરી શકતો નથી. વળી સાધુ થવા છતાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ઉપાસના કરતો નથી, પણ માત્ર લોકરંજન કે ઉદરના ભરણ-પોષણ માટે જ સાધુ-વેશને નભાવે છે, તે પણ સ્વ કે અન્યનું કલ્યાણ કરી શકતો નથી. એટલે તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરવો, એ ફલદાયી નીવડતું નથી. ભક્તકવિ અખાએ પણ ઠીક જ કહ્યું છે કે :
“ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; ધન હરે પણ ધોખો નવ હરે, એ ગુરુ શું કલ્યાણ જ કરે ?” કુગુરુથી ચેતતા રહેવા માટે અન્ય વિદ્વાનોએ પણ કહ્યું છે કે :
“ગુરવો વહેવ: ન્તિ, શિષ્યવત્તાપહારા: |
કુર્તમઃ સર્વેવિ ! શિષ્યાપારક્ક: ” હે દેવી ! આ જગતમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ બહુ છે, પણ તેના હૃદયનો તાપ હરનારા સદ્દગુરુ તો વિરલ જ છે.
આ સ્થિતિમાં ત્યાગી, બ્રહ્મચારી, સુશીલ અને જ્ઞાની ગુરુનું શરણ સ્વીકારવું એ જ બુદ્ધિમત્તા છે. જૈનશાસ્ત્રોએ ગુરુનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવ્યું છે, જે દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વિચારવા યોગ્ય છે.
“વિન્દ્રિય-સંવરો, તદ નવવિદ-વંમર-કુત્તિ-ધરો ! चउविह-कसाय-मुक्को, इअ अट्ठारसगुणेहि संजुत्तो ॥१॥ પગ્ન-મબ્રય-ગુત્તો, પંવિફાયર-પાતળ-મલ્યો ! પગ્ન-સમો તિગુત્તો, છત્તીસો ગુહ મ ારા” -પ્રતિક્રમણ સૂત્ર
પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનાર, ક્રોધાદિ ચાર કષાયોને જિતનાર, પંચ મહાવ્રતોને ધારણ કરનાર, જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોનું પાલન કરનાર, ઈસમિતિ વગેરે પાંચ સમિતિ તથા મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિથી યુક્ત એમ છત્રીસ ગુણોવાળા (હોય તે) મારા ગુરુ છે. (૯) ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન
સદ્ગરનું શરણ સ્વીકાર્યા પછી શિષ્ય તેમની સાથે કેવા પ્રકારનો પ્ર.-૨-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org