Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૪૯૯
"पडिसिद्धाणं करणे, किच्चाणं, अकरणे अ पडिक्कमणं ।
સદ્દો મ તહીં, વિવરીમ–પવા "
“શાસ્ત્ર-નિષિદ્ધ કામોનું આચરણ કરતાં, સુવિહિત કાર્યોને ન કરતાં, જીવન-શુદ્ધિ માટે જે માર્ગ, કલ્પ કે આચાર નિર્ણત થયેલો છે, તેમાં અશ્રદ્ધા કરતાં, સર્વજ્ઞોએ ધર્મવિષયક જે પ્રરૂપણા કરી છે, તેથી વિરુદ્ધ પ્રરૂપણા કરતાં પ્રતિક્રમણ” કરવું આવશ્યક બને છે.”
આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મા સર્વજ્ઞોએ બતાવેલા મુક્તિમાર્ગ પર અનન્ય શ્રદ્ધાવાળો બનીને તે પ્રમાણે શુદ્ધ વર્તન કરે નહિ અને ન કરવાનું કરી બેસે, ત્યાં સુધી તેણે પાપ-વિમોચન-નિમિત્તે પ્રતિક્રમણ' કરવું જ જોઈએ. , કેટલાક મનુષ્યો એમ માને છે કે “પ્રતિક્રમણની ક્રિયા તો સાધુસાધ્વીઓએ અને વ્રતધારી શ્રાવકોએ જ કરવાની છે. પણ બીજાએ કરવાની નથી. પરંતુ તેમની એ માન્યતા આ ગાથા વડે નિરસ્ત થાય છે; કારણ કે જે કોઈ આત્મા પ્રમાદાદિ દોષોથી યુક્ત છે અને શાસ્ત્રનિષિદ્ધાદિ કાર્યો કરી બેસે છે કે કરવા લાયક કાર્યો કરતા નથી, તેમ જ સર્વજ્ઞોએ બતાવેલા માર્ગમાં સાશક થાય છે અને તેમની પ્રરૂપણાથી અંશે પણ વિપરીત પ્રરૂપણા કરે છે, તે બધા માટે “પ્રતિક્રમણ' આવશ્યક છે; તેમાં વિરત-અવિરતનો ભેદ પડતો નથી. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી કોઈ પણ પ્રકારે પાપ કરવાનું ચાલુ છે, ત્યાં સુધી તેમાંથી મુક્ત થવા માટે “પ્રતિક્રમણ'ની આવશ્યકતા છે; એટલે દરેક છદ્મસ્થ આત્માએ “પ્રતિક્રમણ’ કરવું આવશ્યક છે. (૮) પ્રતિક્રમણનાં પગથિયાં
પ્રતિક્રમણની ક્રિયાનાં મુખ્ય પગથિયાં ચાર છે : (૧) પાપો, દોષો કે અતિચારોમાંથી પાછા ફરવું; તેને માટે સાધકે “ડિમામિ' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૨) થયેલાં પાપો, દોષો કે અતિચારોની આત્મ-સાક્ષીએ (મનોમન) નિંદા કરવી; તેને માટે સાધકે “નિમિ' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૩) થયેલાં પાપો, દોષો કે અતિચારોની ગુરુસાક્ષીએ નિંદા કરવી અને તેઓ એને માટે જે પ્રાયશ્ચિત્ત આપે તે ગ્રહણ કરવું; તેને માટે સાધકે “રિહાન' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૪) પાપો, દોષો કે અતિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org