Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 526
________________ ૫૦૮૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તેના ઉપર તે વણકરની પુત્રી મોહ પામી. પૂર્વે કહ્યું કે-“કોઈ ન જાણે તેમ આપણે ભાગી જઈએ.” ત્યારે પુત્રીએ કહ્યું કે-“એક રાજપુત્રી મારી બહેનપણી છે. તેનો અને મારો એવો સંકેત છે કે-“બન્નેએ એક જ વરને પરણવું.' ધૂર્તે કહ્યું કે-“તો તેને પણ લઈ આવ.' એટલે વણકરની પુત્રી તેને તેડી લાવી અને પ્રાત:કાળમાં ત્રણે રવાના થયા. તેવામાં કોઈ નજીકમાં આ પ્રમાણે બોલ્યું : “હે આમ્ર ! અધિક માસ પ્રવર્તે છતે આ કરણેનાં ફૂલો ભલે ફૂલે, પરંતુ તારે ફૂલવું યોગ્ય નથી, કારણ કે હાલમાં અધિક માસ પ્રવર્તે છે, એની શું તને ખબર નથી ?' આ સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે-“અહો ! વૃક્ષોમાં પણ ઉત્તમ અને અધમનું અંતર છે, તો મારામાં અને વણકરની પુત્રીમાં કંઈ અંતર નહિ ?” એમ વિચારી “રત્નનો ડાબડો ભૂલી ગઈ છું.” એવું બહાનું કાઢી રાજપુત્રી પાછી વળી ગઈ, અને તે જ દિવસે ગોત્રીઓના ત્રાસથી કંટાળીને એક રાજપુત્ર તેના પિતાને શરણે આવ્યો હતો, તેને યોગ્ય સમજીને તેની સાથે લગ્ન કર્યા. પછી તે રાજકુમારે સસરાની મદદથી પોતાનું રાજય પાછું મેળવ્યું, એટલે તે પટ્ટરાણી થઈ. તાત્પર્ય કે જેઓ રાજપુત્રીની પેઠે પોતાનું કર્તવ્ય સમજીને સાવદ્ય કાર્યમાંથી નિવૃત્ત થાય છે, તેઓ સુખી થાય છે. આ રીતે સાવદ્ય કાર્ય, કે પાપમય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, તે “નિવૃત્તિ' કહેવાય છે. (પ-) “નિંદા ઉપર ચિતારાની પુત્રીનું દૃષ્ટાંત એક નગરના રાજાએ સુંદર ચિત્રસભા બંધાવી, અને તેમાં ચિત્રો ચીતરવા માટે જુદા જુદા ચિતારાઓને જગા વહેંચી આપી. તે ચિતારાઓમાંના એક ચિતારાની પુત્રી પ્રતિદિન પોતાના પિતા માટે ભાત લાવતી હતી. આ રીતે એક દિવસ જ્યારે તે ભાત લઈને આવતી હતી, ત્યારે રાજા પૂરપાટ ઘોડો દોડાવતો સામે આવી રહ્યો હતો. આથી તે કન્યા ડરીને દોડવા લાગી અને જેમતેમ કરીને ચિત્રસભાએ આવી. તે વખતે તેનો પિતા શરીર-ચિન્તા માટે બહાર ગયો હતો, એટલે એકલી પડેલી તેણે બેઠાં બેઠાં ભીંત પર મોરનું પીંછું ચીતર્યું. હવે રાજા પ્રતિદિન ચિતારાઓનું કામ જોવાને આવતો હતો, તેની દૃષ્ટિ આ નવાં ચીતરાયેલાં પીછાં તરફ ગઈ અને તે લેવા તેણે હાથ લંબાવ્યો. પરંતુ તે પીંછું ભીંત પર ચીતરેલું હોવાથી હાથમાં આવ્યું નહિ અને તેના નખોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532