Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 530
________________ ૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ધોબીની સ્ત્રી તે વસ્ત્રો પહેરીને મહોત્સવમાં ગઈ. આ બાજુ રાજા શ્રેણિક અભયકુમાર સાથે, ગુપ્ત રીતે તે મહોત્સવ જોવા નીકળ્યા હતા, તેણે તે ધોબીની સ્ત્રીને પોતાનું વસ્ત્ર પહેરેલું જોયું એટલે વસ્ત્ર ઉપર તાંબૂલનું ચિહ્ન કરી દીધું. પછી તે સ્ત્રી ઘેર આવતાં ધોબીએ વસ્ત્ર પર તાંબૂલનું ચિહ્ન જોયું, એટલે તરત જ ક્ષાર લગાડીને મસળ્યું અને ધોકા મારીને શુદ્ધ કર્યું. પ્રભાતે રાજાએ ધોબીને વસ્ત્રો લઈને તેડાવ્યો, ત્યારે ધોબી તે વસ્ત્રો લઈને ગયો. પરન્તુ વસ્ત્રોને શુદ્ધ જોઈને રાજાએ પૂછ્યું કે-“આમ કેમ?” એટલે ધોબીએ જેવી હતી તેવી બિના કહી બતાવી. આથી રાજાએ તેનો ગુનો માફ કર્યો. - તાત્પર્ય કે જે મુમુક્ષુઓ લાગેલા દોષોને આલોચના, પ્રતિક્રમણ અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કરે છે, તેના ચારિત્રમાં પડેલા ડાઘ ભૂંસાઈ જાય છે. આવી ક્રિયાને “શુદ્ધિ' કહેવાય છે. (૮) ઔષધનું દૃષ્ટાંત એક નગરના રાજાની સાથે યુદ્ધ કરવા માટે અને તેના નગરનું રૂંધન કરવા માટે સૈન્ય આવતું હતું. તેના ખબર મળતાં માર્ગમાં આવતાં જળાશયોનું જળ ઝેરમિશ્રિત કરી દેવાને માટે રાજાએ વૈદ્ય પાસે વિષ મંગાવ્યું. વૈદ્ય જવ જેટલું વિષ લઈને આવ્યો, એટલે રાજા કોપાયમાન થયો કે-“મોટાં મોટાં જળાશયોમાં આટલું વિષ શું કરી શકશે ?' વૈદ્ય કહ્યું કેરાજન ! તમે કોપાયમાન ન થાઓ, કારણ કે આ વિષ સહસ્રવેધી છે.” રાજાએ કહ્યું : “કેવી રીતે ?' એટલે વૈધે તરત જ મરણોન્મુખ થયેલા એક વૃદ્ધ હસ્તીને ત્યાં મંગાવ્યો અને તેનો એક વાળ ઊંચો કરીને તેના મૂળમાં પેલું વિષ મૂક્યું, કે ક્ષણમાત્રમાં તે હાથીના આખા શરીરમાં વ્યાપી ગયું. પછી વૈદ્ય કહ્યું કે : “આ હસ્તીના શરીરનો કોઈ પણ ભાગ ખાનારને ઝેર ચડશે, તે ખાનારાના પણ ખાનારાને, તેના પણ ખાનારને એમ ઉત્તરોત્તર એક ; હજાર પ્રાણીપર્યન્ત આ વિષની અસર થશે.” રાજાએ કહ્યું કે “તારી પાસે આનું વારણ છે ?' વૈદ્ય હા કહી, એટલે તરત જ તે ઔષધ મંગાવીને પેલા હસ્તીને ખવડાવ્યું. આથી તે નિર્વિષ થયો. તાત્પર્ય કે અતિચારરૂપ ઝેરનું તેની નિંદારૂપ ઔષધ વડે નિવારણ કરવું અને પોતાના આત્માને શુદ્ધ કરવો, તે “શુદ્ધિ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532