Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 529
________________ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દષ્ટાંતો ૦૫૧૧ પાડવા માંડી, એટલે કુલટા બોલી કે તેની આંખો બંધ કર તો તને છોડી દેશે.' પેલા ચોરે તે પ્રમાણે કર્યું એટલે તે છૂટી ગયો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે-“એવા ખરાબ કિનારેથી શા માટે ઊતરતો હતો?” આ બધી હકીકત પેલા વિદ્યાર્થીએ જોઈ. બીજે દિવસે બલિ ઉછાળતી વખતે તે જ વિદ્યાર્થી પાસે ઊભો હતો, તે ધીમે સ્વરે બોલ્યો : "दिवा बिभेषि काकेभ्यः, रात्रौ तरसि नर्मदाम् ! । कुतीर्थानि च जानासि, जलजन्त्वक्षिरोधनम् !!" ‘દિવસે કાગડાથી ડરે છે અને રાત્રે નર્મદાને તરે છે !! માઠા કિનારાને જાણે છે અને જળજંતુની આંખ ઢાંકવાના પ્રકારને પણ સમજે છે. તે સાંભળીને કુલટા સ્ત્રી બોલી કે “શું કરું? તારા જેવા છાત્ર તો મને ચાહતા નથી. આ પ્રમાણે વાતો કરતાં બન્ને પાપકર્મમાં લપટાયાં. એક દિવસે વિદ્યાર્થીએ કહ્યું કે-“મને બીજી તો કંઈ હરકત નથી, પરંતુ હું અધ્યાપકથી લજ્જા પામું છું.” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે-“અધ્યાપકને મારી નાખું, જેથી આ છાત્ર મારો પતિ થાય.” આ પ્રમાણે વિચારી, પોતાના પતિને મારી નાખી, તેને પેટીમાં નાખી જંગલમાં મૂકવા ચાલી. તે વખતે કોઈ વ્યંતરીએ તેના પાપ-કર્મથી કોપાયમાન થઈને પેટીને તેના માથા ઉપર ચોંટાડી દીધી, જે ઘણી મહેનત કરવા છતાં પણ છૂટી પડી નહિ. આવી સ્થિતિમાં તે વનમાં ભટકવા લાગી. હવે પેટીમાંથી ગળીગળીને માંસ અને રુધિર તેના ઉપર પડવા લાગ્યાં અને ભૂખથી તે પીડાવા લાગી. આ પ્રમાણે અસહ્ય દુઃખથી પીડિત થઈને તે ઘરે ઘરે ભટકવા લાગી અને “પતિમારિકા એવી મને ભિક્ષા આપો,” એમ બોલવા લાગી. એ પ્રમાણે બહુ કાળ વ્યતીત થયો. એક દિવસે કોઈ સાધ્વીને દેખીને નમસ્કાર કરવા માટે તે નીચે વળવા ગઈ, ત્યારે પેલી પેટી છૂટી પડી ગઈ. પછી સંસારથી અતિ ખેદ પામેલી એવી તેણે સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને આત્માનું કાર્ય સાધ્યું. તાત્પર્ય કે પતિમારિકાની જેમ કરેલાં પાપોની અન્ય સમક્ષ નિંદા કરવી, તે ગહ કહેવાય છે. (૭) “શુદ્ધિ' ઉપર વસ્ત્રનું દૃષ્ટાંત રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે પોતાનાં બે ઉત્તમ વસ્ત્રો ધોવાને માટે ધોબીને આપ્યાં. હવે તે દિવસે કૌમુદી-મહોત્સવ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532