Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૪૯૭
અને મૈથુન-એ ચાર સંજ્ઞાઓમાંથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે. અથવા સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથામાંથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે. તે જ રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદથી નિવર્તવું, એ પણ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે.
પાંચ પ્રકાર : (૧) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ— એ પાંચ કામગુણોથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ'ના પાંચ પ્રકારો છે . અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-એ પાંચ આસ્રવોથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ'ના પાંચ પ્રકારો છે. કાલની અપેક્ષાએ દૈવસિક, રાત્રિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એ ‘પ્રતિક્રમણ’ના પાંચ પ્રકારો છે. અહીં એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે ‘પ્રતિદિન દિવસ અને રાત્રિના અંતે ‘પ્રતિક્રમણ’ કરવામાં આવે છે, તો પછી પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે ‘પ્રતિક્રમણ’ કરવાની આવશ્યકતા શી ?' એનો ઉત્તર એ છે કે ઘરને જેમ પ્રતિદિન વાળી-ઝૂડીને સાફ કરવામાં આવે છે, છતાં તેને પખવાડિયે, ચાર મહિને કે બાર મહિને વધારે સારી રીતે સાફ કરવામાં આવે છે, જેથી ખૂણે-ખાંચરે ભરાઈ રહેલો કચરો પણ નીકળી જાય છે અને એ રીતે ઘર સંપૂર્ણ સ્વચ્છ થાય છે, તેમ પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે ‘પ્રતિક્રમણ’ કરવાથી દોષોની વિશેષ શુદ્ધિ થાય છે અને એ રીતે આત્મા સંપૂર્ણ નિર્દોષ બને છે.
છ પ્રકાર : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જીવનિકાયની વિરાધનાથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના છ પ્રકારો છે. અથવા સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન' એ છ આવશ્યક તે ‘પ્રતિક્રમણ’ના છ પ્રકારો છે. અથવા ઉચ્ચાર-પ્રતિક્રમણ (વડીનીતિ પછી ઇરિયાવહી પડિક્કમવી તે), પ્રમ્રવણ-પ્રતિક્રમણ (લઘુશંકા પછી ઈરિયાવહી પડિક્કમવી તે), સ્વલ્પકાલિક પ્રતિક્રમણ (દૈવસિક, રાત્રિક ઇત્યાદિ), યાવકથિત પ્રતિક્રમણ (ભક્ત પરિક્ષાદિ) યત્કિંચિત્ મિથ્યા-પ્રતિક્રમણ (શ્લેષ્માદિવિસર્જન વગેરે પછી મિથ્યા-દુષ્કૃત દેવું તે) અને સ્વાપ્રાન્તિક પ્રતિક્રમણ (સ્વપ્નના અંતે કરવામાં આવતું પ્રતિક્રમણ) એ ‘પ્રતિક્રમણ'ના છ
પ્ર.-૨-૩૨ Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only